બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતમાં મુસ્લિમ સમાજના યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારતા બબાલ, બેની ધરપકડ, લોકોમાં આક્રોશ
Last Updated: 11:47 PM, 8 September 2024
સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારતા મામલો બીચક્યો હતો..
ADVERTISEMENT
ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા
ADVERTISEMENT
રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બન્ને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે સ્થાનિક લોકોએ બન્ને યુવકોને ઝડપી લીધા હતા અને બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા.
પોલીસ ચોકીનો ઘેરાવ
આ ઘટના બાદ હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. દરમ્યાન ધારાસભ્ય કાંતિ બલર પણસ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર યુવકોને છોડવામાં નહીં આવે. તેમણે પોલીસ દ્વારા આ યુવકો સામે કાર્યવાહી કરાશે તે બાબતે હિન્દુ સમુદાયના લોકોને આશ્વસ્ત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ ઈસ્ત્રી પર ચોંટી ગયું છે કપડું? કેવી રીતે દૂર કરવું, 5 મિનિટની આ ઘર ગથ્થુ ટ્રિક કારગર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.