ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Truecaller પર તમારો નંબર સર્ચ થતાં જ સામે આવી શકે છે તમારી અંગત માહિતી! કેવી રીતે રાખશો પ્રાઇવસી સુરક્ષિત?

photo-story

7 ફોટો ગેલેરી

ટેક / Truecaller પર તમારો નંબર સર્ચ થતાં જ સામે આવી શકે છે તમારી અંગત માહિતી! કેવી રીતે રાખશો પ્રાઇવસી સુરક્ષિત?

Last Updated: 04:25 PM, 20 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમારો મોબાઇલ નંબર માત્ર એક સર્ચથી તમારી ઓળખ છતી કરી શકે છે. જેમાં Truecaller પર તમારી કઈ-કઈ પર્સનલ ડિટેઇલ્સ દેખાઈ શકે છે અને તેને બીજા લોકોથી છુપાવવા માટે શું કરવું જોઈએ? ચાલો જાણીએ તેના વિષે.

1/7

photoStories-logo

1. Truecaller

આજકાલ કોઈ અનનોન નંબરથી કોલ આવે કે મેસેજ આવે તો મોટાભાગના લોકો સૌથી પહેલા Truecaller ખોલીને નંબર ચેક કરે છે. એપ તરત જ નામ કે બીજી વિગતો બતાવી દે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માહિતી ક્યાંથી આવે છે અને તમારા નંબર વિશે બીજા લોકોને શું બતાવી શકાય છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અનનોન કોલ

Truecaller માત્ર અનનોન કોલની ઓળખ જ નથી કરતું. એપ યુઝર્સ દ્વારા આપવામાં આવતી નોટિફિકેશન, સ્પામ રિપોર્ટ્સ અને અબીજા ન્ય ફીડબેકના આધારે નંબરની ઓળખ બનાવે છે. કંપનીની પ્રાઇવસી પોલિસી મુજબ, કોઈ પણ નંબર સાથે જોડાયેલી વિગતો અલગ-અલગ રીતે તેના પ્લેટફોર્મ સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. નંબર સર્ચ કરતાં શું દેખાય?

કોઈ વ્યક્તિ Truecaller પર તમારો મોબાઇલ નંબર સર્ચ કરે તો સૌથી પહેલા તે નંબર સાથે જોડાયેલું નામ દેખાઈ શકે છે. જો તમે પ્રોફાઇલમાં ફોટો, ઇમેઇલ, જેન્ડર કે બીજી વિગતો ઉમેરી હોય અને તેની વિઝિબિલિટી ચાલુ રાખી હોય તો કેટલીક માહિતી બીજા યુઝર્સને પણ દેખાઈ શકે છે. પરંતુ આ બધું તમારી પ્રાઇવસી સેટિંગ્સ પર નિર્ભર છે. દરેક વખતે બધી વિગતો ખુલી જતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્પામ અલર્ટ

જો કોઈ નંબરને ઘણા યુઝર્સે સ્પામ કે શંકાસ્પદ કોલ તરીકે રિપોર્ટ કર્યો હોય તો સ્પામ અલર્ટ પણ દેખાઈ શકે છે. યુઝર્સના સજેશન્સ અને ફીડબેક પણ નંબરની ઓળખ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. શું તમારી કોન્ટેક્ટ લિસ્ટ પણ પબ્લિક થઈ જાય?

ઘણા લોકોને આ ચિંતા હોય છે કે Truecallerને કોન્ટેક્ટ એક્સેસ આપ્યા બાદ આપણી ફોનબુકની માહિતી બીજા લોકોને દેખાઈ જાય છે કે નહીં. કંપનીના જણાવ્યા અનુસાર ભારતમાં કોન્ટેક્ટ લિસ્ટ ડિવાઇસ પર જ પ્રોસેસ થાય છે અને તેને પબ્લિક નથી કરવામાં આવતી. પરંતુ બીજા યુઝર્સ તમારા નંબર વિશે જે નામ કે ટેગ સેવ કરે છે તે તમારી ઓળખમાં ઉમેરાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પર્સનલ ડિટેલ્સ સુરક્ષિત રાખવા શું કરવું?

જો તમે નથી ઇચ્છતા કે તમારો નંબર Truecaller પર સર્ચ થઈ શકે તો નંબર અનલિસ્ટ કરવાનો વિકલ્પ છે. જેમાં એપમાંથી અનલિસ્ટ કરવા માટે Truecaller એપ ખોલો, પ્રોફાઇલ ફોટો અથવા ત્રણ ડોટ્સ પર ટૅપ કરીને Settingsમાં જાઓ, Privacy Center પસંદ કરો, નીચે સ્ક્રોલ કરીને Deactivate પર ક્લિક કરો, કન્ફર્મેશન મેસેજમાં Yes અથવા Continue પર ટૅપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. વેબસાઇટથી અનલિસ્ટ કરવાની રીત

Truecallerની ઓફિશિયલ અનલિસ્ટ વેબસાઇટ ખોલો, દેશના કોડ સાથે તમારો મોબાઇલ નંબર લખો, “I’m not a robot” વાળા કૅપ્ચા પર ટિક કરો, Unlist બટન પર ક્લિક કરો અને કન્ફર્મ કરો. આ પ્રક્રિયામાં 24 કલાક સુધીનો સમય લાગી શકે છે. નંબર અનલિસ્ટ કર્યા પછી તમને Truecallerની કોલર આઈડી અને સ્પામ પ્રોટેક્શન જેવી સુવિધાઓ મળશે નહીં. તેથી વિચારીને નિર્ણય લેવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Truecaller Unlist Number Caller ID Security Truecaller Privacy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ