બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર નંબર નથી? તો પણ ચિંતા ન કરતા, આ રીતે કરી શકશો ડાઉનલોડ, ફૉલો કરો આ સ્ટેપ્સ

તમારા કામનું / આધાર નંબર નથી? તો પણ ચિંતા ન કરતા, આ રીતે કરી શકશો ડાઉનલોડ, ફૉલો કરો આ સ્ટેપ્સ

Last Updated: 10:50 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને આધાર ડાઉનલોડ કરી શકો છો. આધાર ડાઉનલોડ કરવા માટે 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID નંબર જરૂરી છે.

આજના સમયમાં દેશમાં આધાર કાર્ડ ખુબ જ ઉપયોગી, જરૂરી અને મહત્વપુર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે બાળકોના શાળામાં પ્રવેશથી લઈને મિલકતની ખરીદી, હોસ્પિટલથી લઈને મુસાફરી સુધી દરેક જગ્યાએ આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ જરૂરી છે. એટલું જ નહીં ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો બનાવવા માટે પણ આધાર જરૂરી છે. આવી સ્થિતિમાં આ 12 અંકનો આધાર નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે તે ખોવાઈ જાય છે ત્યારે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો જરૂરી હોય તો કોઈપણ વ્યક્તિ UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને આધાર ડાઉનલોડ કરી શકે છે.

aadhar-card (2)_10

આધાર ડાઉનલોડ કરવા માટે શું જરૂરી છે ?

આધાર ડાઉનલોડ કરવા માટે 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID નંબર જરૂરી છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અને તમારી પાસે તેનો નંબર કે એનરોલમેન્ટ આઈડી નંબર નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આ બે નંબર વગર પણ ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. ઈ-આધાર ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા એનરોલમેન્ટ આઈડી પુનઃપ્રાપ્ત કરવું પડશે.

aadhar-card (3).jpg

એનરોલમેન્ટ આઈડી કેવી રીતે મેળવવું ?

 • એનરોલમેન્ટ આઈડી મેળવવા માટે સૌ પ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
 • પછી તમારા મોબાઈલ ફોન પર Get Aadhaarવિકલ્પ પસંદ કરો.
 • આ પછી Enrolment ID Retrieve ઓપ્શન પર ક્લિક કરો.
 • આ પછી તમારી બધી વિગતો ભરો અને Send OTP વિકલ્પ પર ક્લિક કરો.
 • આ પછી તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે તેને એન્ટર કરો.
 • પછી તમને તમારા નંબર પર એનરોલમેન્ટ આઈડી અથવા આધાર નંબર મળશે.
aadhar step 1

વધુ વાંચો : કેન્દ્ર સરકારે આપી ખુશખબર, આધાર લિંક કરાવ્યા વગર પણ મળશે ફ્રી રાશન

આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?

 • આધાર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા આધારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
 • આ પછી તમે ડાઉનલોડ આધાર વિકલ્પ પર ક્લિક કરો.
 • આ પછી તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી દાખલ કરો.
 • આ પછી તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો.
 • આ પછી OTP દાખલ કરો.
 • તમારું ઈ-આધાર ડાઉનલોડ થઈ જશે. તેની પ્રિન્ટ આઉટ લો.
Website_Ad_1200_1200_3.width-800

સંકળાયેલા મુદ્દાઓ

eAadhaar AadhaarCard Aadhaarnumber
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ