ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / વરસાદી સાંજની મજા થશે બમણી! ઘરે જ બનાવો કરકરી બેસનની કચોરી, પરિવાર વારંવાર કરશે ડિમાન્ડ
Last Updated: 10:47 AM, 18 July 2026
ADVERTISEMENT
Tirupati Oil Besan Kachori Recipe : ચોમાસાની રિમઝિમ વરસાત, ગરમાગરમ ચાનો કપ અને તેની સાથે કરકરી કચોરી... બસ, આ જ તો છે વરસાદની સાચી મજા. વરસાદી વાતાવરણમાં કંઈક ચટપટું અને મસાલેદાર ખાવાની ઈચ્છા લગભગ દરેકને થાય છે. જો તમે પણ રોજના ભજીયાથી થોડું અલગ ટ્રાય કરવા માંગતા હોવ, તો આજે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ બેસનની કચોરી.
ADVERTISEMENT
ઘરે પ્રેમથી બનાવેલી કચોરીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. બહારથી એકદમ કરકરી અને અંદરથી મસાલેદાર સ્ટફિંગથી ભરપૂર આ કચોરી બાળકો હોય કે મોટા, દરેકના દિલ જીતી લે છે. જ્યારે આખો પરિવાર સાથે બેસીને ગરમાગરમ નાસ્તાની મજા માણે, ત્યારે ચોમાસાની ખુશીઓ પણ અનેકગણી વધી જાય છે. આવી વાનગીઓ બનાવતી વખતે સારી ગુણવત્તાની સામગ્રી અને વિશ્વસનીય તેલનો ઉપયોગ સ્વાદમાં પણ વધારો કરે છે. તિરુપતિ ઓઇલમાં તળેલી કરકરી કચોરી દરેક વરસાદી સાંજને વધુ યાદગાર બનાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌપ્રથમ એક વાસણમાં મેંદો, અજમો, મીઠું અને ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી નરમ લોટ બાંધી ઢાંકીને 15થી 20 મિનિટ માટે રાખી દો. હવે એક પેનમાં થોડું તિરુપતિ ઓઇલ ગરમ કરીને તેમાં હિંગ, જીરું અને વરિયાળી ઉમેરો. ત્યારબાદ સમારેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરી હળવાં સાંતળો. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકો. ત્યારબાદ અથાણાનો મસાલો, ધાણા પાઉડર, લાલ મરચું અને મીઠું ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર થઈ જાય પછી તેને થોડું ઠંડું થવા દો.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે લોટમાંથી નાની લુઆ બનાવી તેને થોડી વણી લો. વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી કિનારીઓ સારી રીતે બંધ કરીને કચોરીનો આકાર આપો. કડાઈમાં પૂરતું તિરુપતિ ઓઇલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય પછી ગેસને ધીમો રાખીને કચોરીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરી થાય ત્યાં સુધી તળો. ધીમા તાપે તળવાથી કચોરી વધુ ક્રિસ્પી અને અંદરથી સરસ રીતે ચડી જાય છે. તૈયાર થયેલી ગરમાગરમ બેસનની કચોરીને લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી અથવા એક કપ ગરમ ચા સાથે પીરસો. વિશ્વાસ રાખો, એકવાર બનાવશો તો ઘરના દરેક સભ્ય ફરીથી બનાવવાની માંગ કરશે. આ ચોમાસામાં રોજના નાસ્તામાં આપો એક નવો ટેસ્ટ. પરિવાર સાથે વિતાવેલી દરેક સાંજને બનાવો વધુ સ્વાદિષ્ટ અને ખુશીઓથી ભરપૂર, તિરુપતિ ઓઇલના વિશ્વાસ સાથે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT