બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / વરસાદી સીઝનની મજા થશે ડબલ! ઘરે જ બનાવો ભરેલા ટામેટાના ક્રિસ્પી ભજીયા, પરિવાર વારંવાર કરશે ડિમાન્ડ

રેસિપી / વરસાદી સીઝનની મજા થશે ડબલ! ઘરે જ બનાવો ભરેલા ટામેટાના ક્રિસ્પી ભજીયા, પરિવાર વારંવાર કરશે ડિમાન્ડ

Published By: Priykant Shrimali

Last Updated: 10:40 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tirupati Oil Tomato Bhajiya Recipe : તિરુપતિ ઓઇલમાં તળેલા સ્વાદિષ્ટ ભરેલા ટામેટાના ક્રિસ્પી ભજીયા અને પરિવાર સાથેની ચા-નાસ્તાની પળોને વધુ યાદગાર બનાવી શકે છે

Tirupati Oil Tomato Bhajiya Recipe : ઝરમર વરસાદ, હાથમાં ગરમાગરમ ચાનો કપ અને તેની સાથે કંઈક નવું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા. ચોમાસાની સાંજની આ મજા દરેક ઘરમાં ખાસ હોય છે. ડુંગળી અને બટાકાના ભજીયા તો લગભગ દરેક ઘરમાં બનતા હોય છે, પરંતુ આ વખતે તમારા ફેમિલી કંઈક અલગ અને ખાસ ખવડાવવું હોય તો ભરેલા ટામેટાના ભજીયા એકદમ પરફેક્ટ વિકલ્પ છે.

બહારથી એકદમ કરકરા અને અંદરથી મસાલેદાર, સોફ્ટ સ્ટફિંગથી ભરપૂર આ ભજીયા બાળકો હોય કે મોટા, દરેકને ખૂબ જ પસંદ આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ વાનગી ઘરમાં જ સરળતાથી તૈયાર થઈ જાય છે. સારી ગુણવત્તાની સામગ્રી અને વિશ્વસનીય તેલમાં બનાવેલા ભજીયાનો સ્વાદ પરિવાર સાથેની વરસાદી પળોને વધુ યાદગાર બનાવી દે છે. આવા સ્વાદિષ્ટ નાસ્તા માટે તિરુપતિ ઓઇલ તમારા રસોડાનો વિશ્વાસુ સાથી બની શકે છે.

ભરેલા ટામેટાના ભજીયા માટે જરૂરી સામગ્રી

સ્ટફિંગ માટે

  • 6 મધ્યમ કદના ટામેટાં
  • 3 બાફેલા બટાકા (મેશ કરેલા)
  • ટામેટાંમાંથી કાઢેલો પલ્પ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી રાઈ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી લીલા મરચાં-લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા-જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચું
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ કપ ભુજિયા સેવ
  • 2 ચમચી સમારેલી કોથમીર

બેટર માટે

  • 1 કપ ચણાનો લોટ
  • 2 ચમચી ચોખાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચપટી હિંગ
  • ½ ચમચી અજમો
  • જરૂર મુજબ પાણી
  • તિરુપતિ ઓઇલ તળવા માટે

બનાવવાની રીત

સૌપ્રથમ ટામેટાંનો ઉપરનો ભાગ કાપીને અંદરનો પલ્પ કાળજીપૂર્વક કાઢી લો અને અલગ રાખો. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં જીરું, રાઈ, હિંગ અને લીલા મરચાં-લસણની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ બાફેલા બટાકા અને ટામેટાનો પલ્પ ઉમેરી તેમાં મીઠું, હળદર, ધાણા-જીરું પાઉડર, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને 2થી 3 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ભુજિયા સેવ અને સમારેલી કોથમીર ઉમેરી મિશ્રણ તૈયાર કરો અને થોડું ઠંડું થવા દો. ત્યારબાદ આ તૈયાર સ્ટફિંગને પોલા કરેલા ટામેટાંમાં સારી રીતે ભરી લો.

એક અલગ બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, હિંગ, અજમો અને જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ જાડું બેટર તૈયાર કરો. હવે કડાઈમાં પૂરતું તિરુપતિ ઓઇલ ગરમ કરો. દરેક સ્ટફ્ડ ટામેટાને બેટરમાં સરખી રીતે કોટ કરીને મીડિયમ તાપ પર ગોલ્ડન બ્રાઉન અને એકદમ કરકરા થાય ત્યાં સુધી તળો.

આ પણ વાંચો : ચોમાસાની મજા થશે બમણી! ઘરે જ બનાવો ક્રિસ્પી દાળવડા, પરિવાર સાથે માણો ગરમાગરમ સ્વાદ

તૈયાર થયેલા ભજીયાને વચ્ચેથી કાપીને તેના પર થોડો ચાટ મસાલો છાંટો. લીલી ચટણી, તળેલા લીલા મરચાં અને ગરમ ચા સાથે પીરસો. વિશ્વાસ રાખો, એકવાર બનાવશો તો પરિવાર ફરીથી બનાવવાની માંગ જરૂર કરશે. આ ચોમાસામાં રોજના નાસ્તાને આપો એક નવી ટેસ્ટી ટ્વિસ્ટ. ઘરમાં પ્રેમથી બનાવેલા ભરેલા ટામેટાના ભજીયા અને તિરુપતિ ઓઇલનો વિશ્વાસ તમારી વરસાદી સાંજને બનાવશે વધુ સ્વાદિષ્ટ, વધુ ખુશનુમા અને યાદગાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stuffed Tomato Bhajiya Tomato Bhajiya Recipe Tirupati Oil

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ