you are not married says tehsildar and rejected rationcard request man arrived with band and barat
OMG /
તલાટીએ કહ્યું લગ્ન નથી થયા એટલે રેશનકાર્ડ નહીં મળે, તો યુવક વરઘોડો લઈને પહોંચ્યો અને એવું કર્યુ કે મળી ગયું
Team VTV08:32 PM, 27 Nov 20
| Updated: 08:57 PM, 27 Nov 20
મહારાષ્ટ્રના પટોદામાં એક અજીબ ઘટના સામે આવી છે. અહિયાં એજ તલાટીએ યુવકને તમે વિવાહિત નથી એવું કહીને તેને રાશનકાર્ડ ન આપ્યું. જે બાદ તે વ્યક્તિ વરઘોડો લઇને તલાટીની ઓફીસ પર પહોંચી ગયો અને કહ્યું કે મને રાશનકાર્ડ આપો અથવા લગન કરાવો. જે બાદ તલાટીએ તાત્કાલિક રાશનકાર્ડ બનાવી આપવું પડ્યું.
મહારાષ્ટ્રના પટોદામાં અજીબ ઘટના
તલાટીએ કહ્યું તમે કુંવારા છો અને પરિવાર નથી એટલે ન મળે રાશનકાર્ડ
વરઘોડો લઈને પહોંચી ગયો યુવક, કહ્યું રાશનકાર્ડ આપો નહીં તો કન્યા આપો
તલાટીના કાર્યાલયે કહ્યું પરિવાર નથી
આ ઘટના પાટોદા તાલુકાના ધનગરજવડકા ગામની છે. અમિત ઘનશ્યામ આગે નામના વ્યક્તિએ તલાટી કાર્યાલયમાં રાશનકાર્ડ માટે અરજી કરી હતી. આ યુવક શિક્ષિત બેરોજગાર છે. જોકે તેની અરજી રદ કરવામાં આવી હતી. જ્યારે તેણે અધિકારીને પૂછ્યું કે આવું કેમ થયું તો તેને કારણ આપવામાં આવ્યું કે તે વિવાહિત નથી. તલાટી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે પરિવારની વ્યાખ્યામાં ફિટ બેસતું નથી.
વરરાજા બની ગયો યુવક
જે બાદ અમિતે અધિકારીને કહ્યું કે તે બેરોજગાર છે અને તે કારણે લગ્ન કરી શકતો નથી. અમિતે કાર્યાલયમાં કેટલાય ધક્કા ખાધા પણ સફળતા મળી નહીં. જે બાદ મજબૂર થઇને અમિતે એક ચાલાકી કરવી પડી. ગુરુવારે તે વરરાજા બનીને બેન્ડ-બાજા સાથે તલાટીની ઓફીસ પહોંચી ગયો.
ઉતાવળે તલાટીએ બનાવી આપ્યું રાશનકાર્ડ
અમિતે તલાટીને કહ્યું કે તમે રાશનકાર્ડ આપો, નહીં તો કોઈ સારી કન્યા સાથે વિવાહ કરાવી આપો. લગ્ન બાદ મારો પરિવાર પણ હશે અને તે બાદ રાશનકાર્ડ બનાવી આપ જો. જે બાદ તલાટી ચોંકી ગયા અને તેમણે કર્મચારીઓને આદેશ આપી દીધા અને તાત્કાલિક રાશનકાર્ડ બનાવીને યુવકને હાથોહાથ આપી દેવામાં આવ્યું.