બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એક સમયે યસ બેંકનું સુકાન સંભાળનાર રાણા કપૂર પાછલા નવેમ્બર મહિનામાં જ પોતાના બચેલા સ્ટોક વેચી દીધા છે અને આ ઉપરાંત પ્રોમોટર યસ કેપિટલ અને મોર્ગન ક્રેડીટસે પણ યસ બેંકની હિસ્સેદારી વેચી દીધી છે.
ADVERTISEMENT
રાણા કપૂરે કહ્યું કે પાછલા 13 મહિનાથી બેંકના કોઈ કામથી શામિલ નથી અને બેન્કે મને કોઈ પણ પ્રકારના બદલાવ વિષે જાણકારી આપી નથી

ADVERTISEMENT
યસ બેંકના મામલે સંસ્થાપક અને પૂર્વ પ્રમોટર રાણા કપૂરનું એક ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. અને તેમણે જણાવ્યું કે હાલ તાજેતરમાં ઉઠાવેલા પગલાં વિષે તેમને કોઈ જાણકારી નથી અને ભારતીય રીઝર્વ બેન્કે આ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. અને જેમના કારણે કોઈ પણ ડીપોઝીટર આગલા એક મહિના સુધી ખાતામાંથી 50000થી વધુ રકમ ઉઠાવી નહિ શકે.
રાણા કપૂર ભારત છોડી લંડનમાં રહી રહ્યાં છે
ADVERTISEMENT

મીડિયા રીપોર્ટસ અનુસાર રાણા કપૂરે કહ્યું કે હું બેંકનો સ્થાપક હતો. પરંતુ છેલ્લા 13 મહિનાથી જે પણ કંઈ થઈ રહ્યું હતું તેમાં મારી કોઈ ભૂમિકા નથી અને છેલ્લા ચાર મહિનાથી ભારત છોડી લંડનમાં રહી રહ્યો છું. અને તેમ પણ જણાવ્યું કે 2 અઠવાડિયા માટે મારી દીકરીને મળવા માટે લંડન ગયો હતો અને હાલ ભારત આવી ચુક્યો છું.
ADVERTISEMENT
બેંકના શેરમાં 2.16 ટકા હિસ્સેદારી હતી

ADVERTISEMENT
રાણા કપૂરનો યસ બેંકના શેરમાં 2.16 ટકા હિસ્સેદારી હતી જેમની કુલ કિંમત 510 કરોડ રૂપિયા હતી. અને તે ઉપરાંત 2019માં 1.8 ટકા અન્ય સ્ટોક પણ વેચી દીધા છે. અને જણાવી દઈએ કે યસ બેંકને રાણા કપૂરે એક જ દશકમાં જમીનથી ઉઠાવીને 3.4 લાખ કરોડ રૂપિયાની વેલ્યુ બનાવવામાં રાણા કપૂરનો હાથ છે.
યસ બેંકના શેર તળિયે
રાણા કપૂરનો રિસ્ક લેવાનો ફાયદો સીધો બેંકને થયો છે. અને આ જ કારણે યસ બેંકનો શેર એક સમયે 1400 રૂપિયા પ્રતિ શેર હતો. અને શુક્રવારે બજાર બંધ થવાને કારણે 16.20 રૂપિયા થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.