ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતીઓ કામ વિના બહાર ન નીકળતા, રાજ્યમાં આગામી 3 દિવસ યલો-ઓરેન્જ એલર્ટ

એલર્ટ જાહેર / ગુજરાતીઓ કામ વિના બહાર ન નીકળતા, રાજ્યમાં આગામી 3 દિવસ યલો-ઓરેન્જ એલર્ટ

Published By: Vishal Khamar

Last Updated: 04:06 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ત્રણ દિવસ અગ દઝાડતી ગરમી પડશે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 12 થી 14 તારીખ સુધી ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

રાજ્યભરમાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધુ તીવ્ર બનતી જઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. અનેક શહેરોમાં તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.

કાળઝાળ ગરમીની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં પણ ઉકળાટભર્યા વાતાવરણ અને તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી 3 દિવસ ગરમીમાંથી રાહત નહીં

આ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ ગરમીને લઈને ચેતવણી આપવામાં આવી છે.

42થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન

તાપમાનમાં સતત વધારો થવાને કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા શ્રમિકોને બપોર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર,કચ્છ અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવું, હળવો આહાર લેવો અને સીધી ધુપથી દૂર રહેવું જરૂરી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પણ હીટવેવને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલો, હત્યા અને પોક્સોના ગુનામાં સજા ભોગવી રહેલો આરોપી ફરાર

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heat Forecast Meteorological Department Heat Forecast Meteorological Department

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ