ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલો, હત્યા અને પોક્સોના ગુનામાં સજા ભોગવી રહેલો આરોપી ફરાર

બેદરકારી / સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલો, હત્યા અને પોક્સોના ગુનામાં સજા ભોગવી રહેલો આરોપી ફરાર

Published By: Vishal Khamar

Last Updated: 03:19 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. સાબરમતી જેલના મુખ્ટ ગેટ પાસેથી આરોપી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે જેલના જેલરે રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જેલના મુખ્ય ગેટ પાસેથી એક આરોપી પોલીસ અને જેલ સ્ટાફને ચકમો આપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

હત્યા અને પોક્સો હેઠળના ગુનામાં સજાનો આરોપી

માહિતી અનુસાર, મૂળ પોરબંદરનો રહેવાસી માલદે પરમાર વર્ષ 2023ના હત્યા અને પોક્સો હેઠળના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી જેલ સ્ટાફની નજર ચૂકવીને ભાગી જતાં જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.

એક આરોપી ઓછો હોવાનું સામે આવતા સ્ટાફ ચોંકી ઉઠ્યો

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે જેલમાં આરોપીઓની નિયમિત ગણતરી કરવામાં આવી રહી હતી. ગણતરી દરમિયાન એક આરોપી ઓછો હોવાનું સામે આવતા સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. બાદમાં તપાસ કરતાં માલદે પરમાર ફરાર થયો હોવાનું બહાર આવ્યું હતું.

પરેશ સોલંકી , ડીવાયએસપી, સાબરમતી સેન્ટ્રલ જેલ
જેલના જેલરે સત્તાવાર ફરિયાદ નોંધાવી

આ સમગ્ર મામલે રાણીપ પોલીસ મથકમાં સાબરમતી જેલના જેલરે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં બેફામ કારનો કહેર, કાગશીયાળી પાસે એક્ટિવાને ટક્કર, ઘટના CCTVમાં કેદ

આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થાની કાર્યક્ષમતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. મુખ્ય ગેટ જેવી હાઈ-સિક્યોરિટી જગ્યા પરથી આરોપી કેવી રીતે ફરાર થયો તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Sabarmati Central Jail Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ