ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં બેફામ કારનો કહેર, કાગશીયાળી પાસે એક્ટિવાને ટક્કર, ઘટના CCTVમાં કેદ
Last Updated: 03:23 PM, 12 May 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં બેફામ વાહનચાલનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેર નજીક આવેલા કાગશીયાળી વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડતી કારએ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો
મળતી માહિતી અનુસાર, અકસ્માત સમયે કાર ખૂબ જ ઝડપમાં હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
CCTV કેમેરામાં કેદ થઈ ગઈ
આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કારચાલક બેફામ ઝડપે વાહન હંકારતો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડેમમાં ન્હાવું યુવકોને ભારે પડ્યું, એકને બચાવવા જતાં ત્રણ ડૂબ્યા, 4નાં મોત
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કારચાલકની બેદરકારી સામે આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.