ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ડેમમાં ન્હાવું યુવકોને ભારે પડ્યું, એકને બચાવવા જતાં ત્રણ ડૂબ્યા, 4નાં મોત

અરેરાટી / ડેમમાં ન્હાવું યુવકોને ભારે પડ્યું, એકને બચાવવા જતાં ત્રણ ડૂબ્યા, 4નાં મોત

Published By: Priykant Shrimali

Last Updated: 12:45 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Kakrapar Dam : ચારેય યુવકો મિત્રો સાથે કાકરાપાર ડેમ ખાતે નાહવા માટે ગયા અને અચાનક ઊંડા પાણીમાં ફસાઈ ગયા

ADVERTISEMENT

Surat Kakrapar Dam : સુરતથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ કાકરાપાર ડેમમાં નાહવા ગયેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતા તેમના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પરિવારોમાં ભારે આક્રંદનો માહોલ સર્જાયો છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ ચારેય યુવકો મિત્રો સાથે કાકરાપાર ડેમ ખાતે નાહવા માટે ગયા હતા. દરમિયાન એક યુવક અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ મિત્રો પાણીમાં ઉતર્યા, પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ચારેય યુવકો પાણીના પ્રવાહમાં તણાઇ ગયા અને ડૂબી ગયા.

આ પણ વાંચો : યુરિયાની કાળા બજારી મામલે સરકારનો મોટો નિર્ણય, જાણો શું

આ તરફ ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરી યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ ચારેય યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kakrapar Dam Surat News Mandvi News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ