ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / યુરિયાની કાળા બજારી મામલે સરકારનો મોટો નિર્ણય, જાણો શું

ગાંધીનગર / યુરિયાની કાળા બજારી મામલે સરકારનો મોટો નિર્ણય, જાણો શું

Published By: Priykant Shrimali

Last Updated: 12:15 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Urea Black Marketing : છેલ્લા કેટલાક સમયથી ડિઝલ એક્ઝોસ્ટ ફ્લુઈડ અને પ્લાયવુડ જેવી વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ખેતીલાયક યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના અહેવાલો સામે આવ્યા બાદ હવે...

ADVERTISEMENT

Urea Black Marketing : યુરિયાની કાળા બજારીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારે યુરિયાની કાળાબજારી અને ખેતીલાયક યુરિયાના ગેરવપરાશને અટકાવવા માટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. કૃષિ વિભાગ દ્વારા રાજ્ય તથા જિલ્લાકક્ષાએ વિશેષ કમિટીઓની રચના કરવામાં આવી છે, જેથી યુરિયાના ગેરકાયદેસર ડાયવર્ઝન અને ઉદ્યોગોમાં થતો અનધિકૃત ઉપયોગ અટકાવી શકાય.

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં કૃષિ વિભાગના અધિકારીઓ ઉપરાંત GST વિભાગ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. કમિટીની મુખ્ય જવાબદારી ખેતી માટે ફાળવવામાં આવતું યુરિયા અન્ય ઉદ્યોગોમાં વપરાઈ રહ્યું છે કે નહીં તેની દેખરેખ રાખવાની રહેશે.

આ પણ વાંચો : 2ના મોત, 10થી વધુ ઘાયલ, બસ ડીવાઇડર કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત

નોંધનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી ડિઝલ એક્ઝોસ્ટ ફ્લુઈડ અને પ્લાયવુડ જેવી વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ખેતીલાયક યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેના કારણે ખેડૂતોને યોગ્ય સમયે પૂરતું યુરિયા મળવામાં મુશ્કેલીઓ ઉભી થતી હતી. આ સ્થિતિને ગંભીરતાથી લઈને સરકારે હવે સખત કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનો હેતુ ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયમાં ખાતર ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે જ યુરિયાની કૃત્રિમ અછત ઉભી કરીને કાળાબજારી કરનાર તત્વો સામે કડક પગલાં ભરવા માટે મોનીટરીંગ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Urea Black Marketing Fertilizer Misuse Gujarat Government

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ