ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2ના મોત, 10થી વધુ ઘાયલ, બસ ડીવાઇડર કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત

દુર્ઘટના / 2ના મોત, 10થી વધુ ઘાયલ, બસ ડીવાઇડર કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત

Published By: Priykant Shrimali

Last Updated: 12:01 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana Accident : અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અચાનક ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી અને સામેથી આવી રહેલી કેળા ભરેલી ટ્રક સાથે જોરદાર અથડાઈ અને પછી...

ADVERTISEMENT

Mehsana Accident : મહેસાણાથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મહેસાણા હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા બે લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે 13થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના મોટી દાઉ ગામ નજીક બની હતી, જ્યાં અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અચાનક ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી અને સામેથી આવી રહેલી કેળા ભરેલી ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને બસ રોડ કિનારે આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ વડોદરાના રાજપીપળાથી કેળા લઈને એક ટ્રક રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. તે દરમિયાન મોડી રાત્રે લગભગ 3 વાગ્યે અમદાવાદ તરફ જતી લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી ડિવાઈડર પાર કરીને રોંગ સાઈડમાં ઘૂસી આવી હતી. સામેથી આવી રહેલી ટ્રકના ડ્રાઈવર પાસે બચવાનો કોઈ મોકો રહ્યો નહોતો અને બંને વાહનો વચ્ચે ભયંકર ટક્કર સર્જાઈ હતી.

શું કહ્યું ટ્રક ડ્રાઇવરે ?

સમગ્ર મામલે ટ્રક ડ્રાઈવર તુલસીરામે જણાવ્યું હતું કે, તેઓ પોતાની લેનમાં સામાન્ય ગતિએ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક બસ ડિવાઈડર કૂદી તેમની ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસોચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રસોઈ બનાવતા સમયે ઘરમાં ધુમાડો થયો, તો પ્રેમીએ પ્રેમિકા સાથે કરી નાખ્યું આઘાતજનક કૃત્ય

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana Accident Gujarat Highway Accident Luxury Bus Crash

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ