ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / રસોઈ બનાવતા સમયે ઘરમાં ધુમાડો થયો, તો પ્રેમીએ પ્રેમિકા સાથે કરી નાખ્યું આઘાતજનક કૃત્ય

ક્રાઇમ / રસોઈ બનાવતા સમયે ઘરમાં ધુમાડો થયો, તો પ્રેમીએ પ્રેમિકા સાથે કરી નાખ્યું આઘાતજનક કૃત્ય

Published By: Priykant Shrimali

Last Updated: 11:43 AM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime : રસોઈ બનાવતી વખતે ધુમાડો થતા ઉશ્કેરાયો પ્રેમી અને પછી... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Surat Crime : સુરત શહેરના અમરોલી વિસ્તારમાં એક સામાન્ય ઘરેલુ બાબતે બનેલી ઘટના એ હિંસક વળાંક લેતા પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો છે. વિગતો મુજબ રસોઈ બનાવતી વખતે થયેલા ધુમાડાને લઈ થયેલી બોલાચાલીએ અંતે એક મહિલાનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ અમરોલીના ઝવેરી મહોલ્લામાં રહેતી જયાબેન પોતાના ઘરે રાત્રિના સમયે રસોઈ બનાવી રહ્યા હતા. તે દરમિયાન રસોડામાં ધુમાડો થતા તેમની સાથે છેલ્લા સાત વર્ષથી લિવ-ઈન સંબંધમાં રહેતા ભાવેશ પાંડવ ઉશ્કેરાઈ ગયા હતા. ધુમાડા જેવી સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.

આ તરફ ઝઘડો વધતા ભાવેશ પાંડવે ગુસ્સામાં આવી ઘરમાં પડેલી કાતર ઉઠાવી જયાબેનના ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓને કારણે જયાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પરિવારજનો અને સ્થાનિક લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ વધુ લોહી વહેતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : ઉજજૈનથી પરત આવતા ગુજરાતી મિત્રોની કાર ખીણમાં પડી, ક્ષત્રિય સમાજના 2 યુવકના દર્દનાક મોત

ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશ પાંડવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Live In Relationship Crime Amroli Murder Case Surat Crime News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ