ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉજજૈનથી પરત આવતા ગુજરાતી મિત્રોની કાર ખીણમાં પડી, ક્ષત્રિય સમાજના 2 યુવકના દર્દનાક મોત

દુર્ઘટના / ઉજજૈનથી પરત આવતા ગુજરાતી મિત્રોની કાર ખીણમાં પડી, ક્ષત્રિય સમાજના 2 યુવકના દર્દનાક મોત

Published By: Priykant Shrimali

Last Updated: 10:56 AM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ujjain Accident : મહાકાલેશ્વરના દર્શન માટે ગયેલા ત્રણ મિત્રો પૈકી બે યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ADVERTISEMENT

Ujjain Accident : મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરી રહેલા ગુજરાતીના મિત્રોને ભયાનક અકસ્માત નડતા સુરેન્દ્રનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ મહાકાલેશ્વરના દર્શન માટે ગયેલા ત્રણ મિત્રો પૈકી બે યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને મૂળી વિસ્તારના મિત્રો ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે તેઓ કાર મારફતે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના રતલામ નજીક તેમની કાર અચાનક બેકાબૂ બની ખાઈમાં ખાબકી ગઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર જયદિપસિંહ અને શિશુપાલસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ જોરાવરનગર અને મૂળી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં બે યુવાનોના અકાળે નિધનને કારણે માતમ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar News Ratlam Car Accident Ujjain Accident News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ