ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / યુવાનો માટે લોન્ચ થઈ સ્ટાઇલિશ અને પાવરફુલ Yamaha YZF-R2: જાણો કિંમત, એન્જિન અને તમામ સુવિધાઓ

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / યુવાનો માટે લોન્ચ થઈ સ્ટાઇલિશ અને પાવરફુલ Yamaha YZF-R2: જાણો કિંમત, એન્જિન અને તમામ સુવિધાઓ

Last Updated: 07:26 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઇન્ડિયા યામાહા મોટરે દેશમાં પોતાની લોકપ્રિય આર-સિરીઝનું વિસ્તરણ કરતા નવી 200cc સુપરસ્પોર્ટ મોટરસાઇકલ 'Yamaha YZF-R2' ગ્લોબલ સ્તરે લોન્ચ કરી છે.

1/5

photoStories-logo

1. યુવાનો માટે લોન્ચ થઈ સ્ટાઇલિશ અને પાવરફુલ Yamaha YZF-R2: જાણો કિંમત, એન્જિન અને તમામ સુવિધાઓ

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં સ્પોર્ટ્સ બાઇકના શોખીન યુવાનો માટે ઇન્ડિયા યામાહા મોટરે એક મોટો ધમાકો કર્યો છે. કંપનીએ પોતાની પ્રખ્યાત R-સિરીઝ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા નવી 200cc સેગમેન્ટની સુપરસ્પોર્ટ બાઇક Yamaha YZF-R2 ને ભારતમાં ગ્લોબલી ડેબ્યૂ કરી દીધી છે. રેસ-બ્રીડ એન્જિનિયરિંગ, આકર્ષક એરોડાયનેમિક ડિઝાઇન અને લાઇટવેઇટ બોડીનું આ કોમ્બિનેશન ભારતીય રાઇડર્સને એક રોમાંચક રાઇડિંગ એક્સપિરિયન્સ પૂરો પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એન્જિન, પાવર અને પરફોર્મન્સ

ભારત અને જાપાનના એન્જિનિયરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલ નવું 204cc લિક્વિડ-કૂલ્ડ, 4-સ્ટ્રોક, DOHC સિંગલ-સિલિન્ડર એન્જિન આ બાઇકની મુખ્ય તાકાત છે. આ એન્જિન સેગમેન્ટ-લીડિંગ 26.5 PS નો મહત્તમ પાવર અને 19.1 Nm નો અલ્ટીમેટ ટોર્ક જનરેટ કરે છે. આમાં R1 સુપરબાઇકથી પ્રેરિત ડાયમંડ-લાઇક કાર્બન (DLC) કોટિંગ વેલ્વટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘર્ષણ ઘટાડીને ઝડપી એક્સિલરેશન અને સ્મૂથ પરફોર્મન્સ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. લાઇટવેઇટ ચેસિસ અને દમદાર ડિઝાઇન

યામાહા YZF-R2 ને હાઇ-ટેન્સાઇલ સ્ટીલ ટ્યુબ ડાયમંડ ફ્રેમ પર તૈયાર કરવામાં આવી છે, જેનું વજન માત્ર 14 કિલોગ્રામ છે. લાઇટવેઇટ ફ્રેમના કારણે આખી બાઇકનું કરબ્ડ વજન માત્ર 149 કિલોગ્રામ થાય છે, જે તેને પોતાના સેગમેન્ટની સૌથી હળવી અને સહેલાઇથી હેન્ડલ કરી શકાય તેવી બાઇક બનાવે છે. મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક, એરોડાયનેમિક બોડી અને R9 તથા R1 માંથી પ્રેરિત શાપ ટ્વિન LED હેડલાઇટ્સ આ બાઇકને રસ્તા પર એક એગ્રેસિવ અને પ્રીમિયમ લુક આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એડવાન્સ્ડ ફીચર્સ અને સેફ્ટી

રાઇડરની સુરક્ષા અને સુવિધા માટે આ મોડેલમાં અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ પૂરા પાડવામાં આવ્યા છે. થર્ડ જનરેશન બાય-ડાયરેક્શનલ ક્વિક શિફ્ટર, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, ટ્રેક્શન કન્ટ્રોલ સિસ્ટમ, ડ્યુઅલ-ચેનલ ABS અને આગળના ભાગે 37mm ના USD (અપસાઇડ ડાઉન) ફોક્સ. 5-ઈંચનું કલરફુલ TFT ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે સ્ટ્રીટ, સ્પોર્ટ અને રેન જેવા 3 વિવિધ રાઇડિંગ મોડ્સ (Yamaha Ride Control) ને સપોર્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વેરિઅન્ટ્સ અને કિંમતો (એક્સ-શોરૂમ, દિલ્હી)

Yamaha YZF-R2 ને ભારતમાં 3 વેરિઅન્ટ્સ અને 5 આકર્ષક કલર ઓપ્શન્સમાં ઉતારવામાં આવી છે. Yamaha YZF-R2 (બેઝ વેરિઅન્ટ): ₹2,30,500 (કલર્સ: મેટાલિક બ્લેક અને ડાર્ક બ્લુઇશ ગ્રે), Yamaha YZF-R2 (ક્વિક શિફ્ટર વેરિઅન્ટ): ₹2,39,500 (કલર્સ: મેટ વ્હાઇટ પર્લ અને રેસિંગ બ્લુ), Yamaha YZF-R2M (ટોપ વેરિઅન્ટ): ₹2,53,000 (કલર: મેટાલિક ગ્રે).

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

R2Launch YamahaYZFR2 SupersportBike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ