ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવા અવતારમાં આવી Renault Kwid, SUV જેવો બોલ્ડ લુક અને એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:18 PM, 28 August 2026
1/5
ફ્રેન્ચ કાર ઉત્પાદક કંપની રેનો (Renault) એ પોતાની સૌથી નાની અને લોકપ્રિય કાર ક્વિડ (Renault Kwid) ને તદ્દન નવા ફેસલિફ્ટ અવતારમાં રજૂ કરી છે. કંપનીએ આ કારને અત્યારે બ્રાઝિલિયન માર્કેટમાં લોન્ચ કરી છે. હાલના મોડેલનું આ બીજું મોટું ફેસલિફ્ટ વર્ઝન છે, જેમાં એક્સટીરિયર અને ઇન્ટીરિયરમાં મોટા પાયે આધુનિક ફેરફારો કરવામાં આવ્યા છે. બ્રાઝિલમાં 2017 થી અત્યાર સુધીમાં ક્વિડની 5 લાખથી વધુ યુનિટ્સ વેચાઈ ચૂકી છે.
2/5
નવી રેનો ક્વિડના ઓવરઓલ શેપમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ તેને વધુ શાર્પ અને મજબૂત SUV જેવો લુક આપવામાં આવ્યો છે. તેમાં શાર્પ ડીટેલિંગ સાથે નવું રિડિઝાઇન કરેલું બમ્પર અને ગ્લોસ બ્લેક ફિનિશ ધરાવતી નવી ગ્રિલ જોવા મળે છે. આ ઉપરાંત, આખી રેન્જમાં એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ (DRLs), શાર્ક ફિન એન્ટેના, અપડેટ કરેલી ટેલ લેમ્પ્સ અને રેનોના લોગોમાં જ ઈન્ટિગ્રેટેડ રિવર્સ પાર્કિંગ કેમેરા આપવામાં આવ્યા છે. તેના ટોપ વેરિઅન્ટ્સમાં ડ્યુઅલ-ટોન રૂફ, નવા બોડી ગ્રાફિક્સ, બોડી ક્લેડિંગ અને 14-ઈંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ પણ મળે છે.
ADVERTISEMENT
3/5
કારની કેબિનમાં ટેકનોલોજી અને કમ્ફર્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેના હાઈ-એન્ડ વેરિઅન્ટ્સમાં 10.1-ઈંચની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઈંચનું ટીએફટી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. સાથોસાથ મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVMs અને બે યુએસબી ટાઈપ-સી પાર્કિંગ પોર્ટ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે.
4/5
એન્જિનની વાત કરીએ તો બ્રાઝિલ સ્પેક વાળી નવી ક્વિડમાં 1.0-લીટર, 3-સિલિન્ડર ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. આ એન્જિન ફ્લેક્સ ફ્યુઅલ પર 71 HP નો પાવર અને 98 Nm નો ટોર્ક જનરેટ કરે છે, જ્યારે પેટ્રોલ પર 68 HP નો પાવર અને 92 Nm નો ટોર્ક આપે છે. આ કાર સિટીમાં 14.4 કિમી/લીટર અને હાઈવે પર 15.4 કિમી/લીટરની માઈલેજ આપે છે, તેમજ તેમાં 290 લીટરની બૂટ કેપેસિટી પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
5/5
બ્રાઝિલમાં આ કારની કિંમત 71,090 બ્રાઝીલીયન રિયાલ (લગભગ ₹13.19 લાખ) થી શરૂ થઈને ટોપ વેરિઅન્ટ માટે 84,890 બ્રાઝીલીયન રિયાલ (લગભગ ₹15.75 લાખ) સુધી જાય છે. હજુ સુધી કંપનીએ આ નવું ફેસલિફ્ટ મોડેલ ભારતીય માર્કેટમાં ક્યારે લોન્ચ થશે તે અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. જો આ કાર ભારતમાં લોન્ચ થશે તો તેનો સીધો મુકાબલો મારુતિ સુઝુકી ઓલ્ટો K10 અને ટાટા ટિયાગો જેવી એન્ટ્રી-લેવલ કાર સાથે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ