બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:06 PM, 1 September 2025
એશિયાના એક મોટાં દેશ એવા વિયેતનામના અનેક મોટા શહેરોમાં દિલ્હી કરતાં પણ વધુ ગંભીર વાયુ પ્રદૂષણના કિસ્સા સામે આવ્યા છે. હવામાન એટલું ખરાબ છે કે લોકોને દરરોજ સવારમાં ધુમ્મસનો સામનો કરવો પડે છે. આ પ્રદૂષણની સૌથી વધારે અસર રાજધાની હનોઈ અને સૌથી મોટાં શહેર હો ચી મિન્હમાં જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આવા સંજોગોમાં સરકારે હનોઈમાં પેટ્રોલ ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. હનોઈના રસ્તા પર દરરોજ લગભગ 70 લાખથી વધુ પેટ્રોલ ટુ વ્હીલર ચાલતા જોવા મળે છે. સરકારનું માનવું છે કે પેટ્રોલ ટુ વ્હીલર જ હનોઈને સૌથી વધારે પ્રદૂષિત કરવામાં મુખ્ય કારણ છે.

ADVERTISEMENT
કયારથી પેટ્રોલ ટુ વ્હીલર પર થશે પ્રતિબંધ?
વિયેતનામના અધિકારીઓએ નક્કી કર્યું છે કે 1 જુલાઈ 2026થી હનોઈના રિંગ રોડ 1ની અંદર પેટ્રોલ મોટરસાયકલ્સ દોડશે નહીં. જુલાઈમાં પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હે નિર્દેશ-20 જાહેર કર્યો હતો, જેના આધારે આ નિયમ લાગુ થશે. કેટલાક નાગરિકોએ સરકારના આ પગલાને સમર્થન આપ્યું છે, તો કેટલાક લોકો તેનો કડક વિરોધ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પેટ્રોલ ટુ વ્હીલર એમના માટે સૌથી સસ્તું અને અનુકૂળ વાહન છે.
ADVERTISEMENT
લોકોનો વિરોધ
ઘણા નિષ્ણાતો પણ આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એમનું માનવું છે કે આ પ્રતિબંધને આટલા ઓછા સમયમાં અમલમાં મૂકવો યોગ્ય નથી. કારણ કે રાજધાની હનોઈમાં જાહેર પરિવહન સુવિધાઓ ખૂબ જ સીમિત છે. જો ઇલેક્ટ્રિક વ્હીકલને વધારાની તક આપવામાં આવશે તો પૂરતા ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ નથી.
ADVERTISEMENT
દેશનું વીજળી ગ્રિડ પણ નબળું છે, એટલે કે જો ચાર્જિંગ સ્ટેશનો ઉભા પણ થાય તો વીજળી પૂરી પાડવી મુશ્કેલ રહેશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કારણે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ શકે છે અને જાહેર પરિવહન વ્યવસ્થા તૂટી પડે તેવી શક્યતા છે.

ADVERTISEMENT
ઉદ્યોગ જૂથને થશે ફાયદો
ઘણા લોકોને ભય છે કે આ બદલાવથી સૌથી મોટો ઝાટકો હનોઈના ગરીબ નાગરિકોને થશે. લોકોનું કહેવું છે કે સરકાર આ નિર્ણયથી દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથ વિનગ્રુપ અને તેના ઇલેક્ટ્રિક વાહન યુનિટ વિનફાસ્ટને મજબૂત કરવા માંગે છે. ઘણા લોકો માને છે કે પર્યાવરણ સંરક્ષણનું બહાનું લઈને સરકાર ઉદ્યોગ જૂથને ફાયદો પહોંચાડવા માંગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 250થી વધારે મોત, 500થી વધુ ઘાયલ, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી ઉઠી આ દેશની ધરા
વિયેતનામમાં ગંભીર વાયુ પ્રદૂષણ
હાલમાં અધિકારીઓ હો ચી મિન્હ શહેરમાં પણ આવા જ પ્રતિબંધ લાદવાનો વિચાર કરી રહ્યા છે. પરિવહન મંત્રાલયે 2030 સુધીમાં દેશભરમાં 30 ટકા કાર અને 22 ટકા ટુ વ્હીલરને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવવાનો ટાર્ગેટ રાખ્યો છે. વાસ્તવમાં વિયેતનામમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે. WHO અનુસાર, પ્રદૂષણના કારણે દર વર્ષે લગભગ 70,000 લોકોનાં મોત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.