બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 250થી વધારે મોત, 500થી વધુ ઘાયલ, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી ઉઠી આ દેશની ધરા

હાહાકાર / 250થી વધારે મોત, 500થી વધુ ઘાયલ, 6.3ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી ઉઠી આ દેશની ધરા

Published By: Priyankka Triveddi

Last Updated: 11:36 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે રાત્રે પાડોશી દેશમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 6 માપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 250 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

Afghanistan Earthquake: યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર રવિવારે રાતે અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 6 માપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપ જલાલાબાદ શહેરથી લગભગ 17 માઇલ દૂર આવ્યો હતો. જલાલાબાદની વસ્તી લગભગ 200000 છે અને તે રાજધાની કાબુલથી રોડ માર્ગે 100 માઇલથી પણ ઓછા અંતરે છે. રાત્રે શહેરમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપથી દિલ્હી-એનસીઆરના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.

afghanistan-earthquakew

મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનમાં ધરા ધ્રુજી

રવિવાર-સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા ભારતના ઘણા ભાગોમાં, ખાસ કરીને દિલ્હી-NCRમાં અનુભવાયા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક મીડિયા અહેવાલ મુજબ મોટાભાગના મૃત્યુ પડોશી કુનાર પ્રાંતમાં થયા છે. સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પર પણ લખ્યું છે કે ભૂકંપને કારણે દેશના કેટલાક પૂર્વીય પ્રાંતોમાં જાનમાલનું ગંભીર નુકસાન થયું છે. જોકે તેમણે વધુ વિગતો શેર કરી નથી. અલ જઝીરાના અહેવાલ મુજબ ભૂકંપની અસર પડોશી દેશના મોટા વિસ્તારમાં પણ અનુભવાઈ હતી. જેમાં ખૈબર પખ્તુનખ્વા અને પંજાબ પ્રાંતનો સમાવેશ થાય છે.

afghanistan

અફઘાન નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએજણાવ્યું હતું કે ભૂકંપના તીવ્ર આંચકાને કારણે ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે . તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપ પછીની તસવીરો પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં ઘરો કાટમાળમાં દટાઈ ગયા હતા. માહિતી અનુસાર ભૂકંપ જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 1 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ 12:47 વાગ્યે, 8 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો. આ ભૂકંપથી દિલ્હી-NCRના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નોઈડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે ભારતમાં કોઈ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.

afghanistan.11

અફઘાનિસ્તાનમાં ભૂકંપ નિયમિત આવે છે

અફઘાનિસ્તાનનો હિન્દુકુશ પર્વતીય પ્રદેશ ભૂસ્તરશાસ્ત્રીય રીતે ખૂબ જ સક્રિય છે. જ્યાં દર વર્ષે ભૂકંપ આવે છે. આ વિસ્તાર ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે. જ્યારે એક ફોલ્ટ લાઇન સીધી હેરાતમાંથી પસાર થાય છે. ગયા મહિને પણ અહીં અનેક ભૂકંપના આંચકા નોંધાયા હતા. 2 ઓગસ્ટના રોજ 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6 ઓગસ્ટના રોજ 4.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એક્સપર્ટ કહે છે કે છીછરા ધરતીકંપ ઊંડા ધરતીકંપો કરતાં વધુ ખતરનાક હોય છે કારણ કે તેમના ધ્રુજારી સપાટી પર ઓછા અંતરે પહોંચે છે અને તેના કારણે જમીન પર વધુ તીવ્ર કંપન થાય છે. આનાથી ઇમારતોને વધુ નુકસાન અને જાનહાનિ થવાની શક્યતા વધી જાય છે.

વધુ વાંચો: ચીનના એલાનથી ટ્રમ્પને મોટો ઝટકો! SCOના સભ્ય દેશો પર કરશે ડૉલરનો વરસાદ

Promo New Parul

ભૂકંપ શા માટે આવે છે?

આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. અથડામણને કારણે, ક્યારેક પ્લેટોના ખૂણા વાંકા થઈ જાય છે અને વધુ પડતા દબાણને કારણે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી આવતી ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USGS Afghanistan Earthquake World News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ