બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અજબ ગજબ / આ જ વર્ષે જીવલેણ વાયરસ મચાવશે કહેર, તો વૃદ્ધાવસ્થા...! બાબા વેંગાની ભવિષ્યવાણી ડરામણી
Last Updated: 03:04 PM, 24 June 2025
બલ્ગેરિયન બાબા વેંગાની આગાહીઓ દિવસેને દિવસે વાયરલ થઈ રહી છે. જેમાં તેમની અનેક આગાહીઓ સાચી સાબિત થઈ છે જેનાથી દુનિયાને આશ્ચર્યચકિત થઈ ગઈ છે. બાબા વેંગાના મૃત્યુના દાયકાઓ બાદ પણ તેમની આગાહીઓ વિશે સતત ચર્ચા થઈ રહી છે. હવે બાબા વેંગાની એક ભવિષ્યવાણી ફરી વાયરલ થઈ રહી છે જેમાં તેમને એક ખતરનાક વાયરસનો ઉલ્લેખ કર્યો છે. થોડા વર્ષો બાદ એક વાયરસ આવવાનો છે જે ખૂબ જ ખતરનાક હશે. ચાલો જાણીએ કે બાબા વેંગાની કઈ આગાહીઓ ફરી એકવાર લોકો માટે ચિંતાનો વિષય બની રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ઘટશે. વિષ્ણુ પુરાણ અનુસાર, જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ તેમ માનવીનું આયુષ્ય 20 વર્ષનું રહી જશે. લોકોના વાળ નાની ઉંમરે સફેદ થવા લાગશે અને લોકો નાની ઉંમરે લગ્ન કરવા લાગશે. પુરુષો ફક્ત 9 કે 10 વર્ષની ઉંમરે બાળકો પેદા કરી શકશે, અને સ્ત્રીઓ 6 કે 7 વર્ષની ઉંમરે બાળકોને જન્મ આપશે. વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોના શરીર પર એવા નિશાન વગેરે બનશે જેની અસર તેમની ઉંમર પર પડશે. કળિયુગમાં માનવ આંખોની રચનામાં ફેરફાર થશે. લોકોની આંખોની રચના નાની થશે અને લોકો નાની ઉંમરે નબળા પડી જશે. લોકોની દ્રષ્ટિ ઘટશે. આ સિવાય વ્યક્તિની ઊંચાઈ પણ ખૂબ જ ટૂંકી થઈ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે. જેમાં બીજા વિશ્વયુદ્ધ, સોવિયેત યુનિયનનું પતન, 9/11 આતંકવાદી હુમલા, રાજકુમારી ડાયનાનું મૃત્યુ, 2004 હિંદ મહાસાગર સુનામીનો સમાવેશ થાય છે. તેમની આ આગાહીઓ સાચી સાબિત થઈ હતી અને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.