ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / કોણ છે આ નવા બાબા વેંગા? ડરામણી ભવિષ્યવાણીએ વધાર્યું વિશ્વભરનું ટેન્શન, બુકિંગ રદ

વિશ્વ / કોણ છે આ નવા બાબા વેંગા? ડરામણી ભવિષ્યવાણીએ વધાર્યું વિશ્વભરનું ટેન્શન, બુકિંગ રદ

Last Updated: 08:27 AM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમણાં જાપાની ભવિષ્યવક્તા રિયો તાત્સુકીની જુલાઈ 2025માં આવનારી ભયાનક ત્સુનામી વિશેની આગાહીએ સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાવી છે. તેમની કેટલીક અગાઉની ભવિષ્યવાણીઓ સાચી નીવડતાં, લોકો હવે તેમની નવી આગાહીથી ચિંતિત છે.જાણો શું કહ્યું બાબાએ?

ADVERTISEMENT

હમણાં વિશ્વભરમાં આવી રહેલી કુદરતી આપત્તિઓ વચ્ચે જાપાનની બાબા વેંગા તરીકે ઓળખાતી રિયો તાત્સુકીની ભવિષ્યવાણીથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. રિયોએ ભવિષ્યવાણી કરી છે કે જુલાઈ 2025માં જાપાનના દક્ષિણ ભાગમાં એક ભયંકર ત્સુનામી આવશે, જે પાણીની નીચે થનારા જ્વાળામુખી વિસ્ફોટના કારણે થશે. તેની અસર જાપાન ઉપરાંત તાઈવાન અને ઇન્ડોનેશિયા પર પણ પડશે.

જાપાની બાબા વેંગા

જાપાની બાબા વેંગા તરીકે જાણીતી રિયો તાત્સુકી એક માંગા કલાકાર અને સ્વઘોષિત ભવિષ્યવક્તા છે. તેઓ તેમના વિચારોને કોમિક્સના રૂપમાં રજૂ કરે છે અને માનવામાં આવે છે કે આગામી કેટલાંક મહિનાઓમાં મોટી આપત્તિ આવી શકે છે.

રિયોની ભવિષ્યવાણીથી દુનિયામાં ભયનો માહોલ સર્જાયો છે. એવું કહેવાય છે કે તેમની ઘણી ભવિષ્યવાણી પહેલાં સાચી સાબિત થઈ ચૂકી છે. હવે તેમણે નવો દાવો કર્યો છે કે આ વર્ષે જુલાઈમાં જાપાનના કેટલાક ભાગોમાં મોટો દુર્ઘટનાકારક પ્રસંગ બનશે. તેમના આ દાવાના કારણે લોકો જાપાનની મુસાફરી રદ્દ કરી રહ્યાં છે.

હજારો લોકોએ જાપાનની ટૂર રદ્દ કરી

રિપોર્ટ મુજબ, રિયો તાત્સુકીની પેહલી ઘણી ભવિષ્યવાણી સાચી નીવડી છે. જેમાં 2011માં આવેલા તોહોકુ ભૂકંપ અને કેટલાક પ્રસિદ્ધ હસ્તીઓના અવસાનની આગાહીનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે લોકો હવે તેમના દાવાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને જાપાન જવાનું વિચારેલા પ્રવાસીઓ પોતાની યોજના બદલતા થઈ ગયા છે. અનેક ટ્રાવેલ એજન્સીઓએ માન્યું છે કે હજારો લોકો એ તેમની જાપાન ટુર રદ્દ કરી દીધી છે.

logo-ready-thumbnail

વિશ્વભરમાં વધી ચિંતા

2025ના પ્રથમ ચાર મહિનામાં દુનિયાએ ઘણી વિનાશક કુદરતી આપત્તિઓ જોઈ છે — જેમ કે થાઇલેન્ડ અને મ્યાનમાર વચ્ચે આવેલો ઘાતક ભૂકંપ અને લોસ એન્જલિસમાં લાગેલી ભીષણ આગ. આ બધાના પરિણામે હજારો લોકોના મોત થયા છે અને લાખો ડોલરનું નુકસાન થયું છે. આવા સમયમાં જાપાની ‘બાબા વેંગા’ની ભયાનક આગાહીએ લોકોની ચિંતાઓમાં વધારો કર્યો છે.

જુલાઈ 2025માં ભયંકર ત્સુનામીની આગાહી

રિયો તાત્સુકી પ્રમાણે, જુલાઈ 2025માં જાપાનના દક્ષિણ સમુદ્રમાં "પાણી ઉકળવા લાગશે" અને પછી એક મહા-ત્સુનામી આવશે. આ ભયાનક ત્સુનામી પાણીની નીચે થતા જ્વાળામુખી વિસ્ફોટના કારણે સર્જાશે, જે જાપાન, તાઈવાન અને ઇન્ડોનેશિયાને અસર કરશે. એમ કહેવાય છે કે આ દુર્ઘટના 2011માં આવેલી ત્સુનામી કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

જાપાની બાબા વેંગા કોણ છે?

એવું જાણવામાં આવે છે કે મૂળ બાબા વેંગા એ 1911માં જન્મેલી અને 1996માં અવસાન પામેલી ભૂતપૂર્વ ભવિષ્યવક્તા હતી, જેમની ઘણી ભવિષ્યવાણી સાચી નીવડી હતી. હવે રિયો તાત્સુકીને ‘નવી બાબા વેંગા’ કહેવામા આવી રહી છે, કારણ કે તેમની ભવિષ્યવાણીઓ પણ ઘણે અંશે સાચી નીવડી છે. રિયો તાત્સુકી સૌપ્રથમ 1999માં પ્રસિદ્ધ થઈ હતી તેમની પુસ્તક "ધ ફ્યુચર આઈ શો" દ્વારા, જેમાં તેમણે દુનિયાના કેટલાંક ભાગો,ખાસ કરીને જાપાન માટે ભવિષ્યવાણીઓ કરી હતી.

ઘણી ભવિષ્યવાણીઓ સાચી નીવડી

શરુઆતમાં તો લોકોએ રિયો તાત્સુકીની આ પુસ્તક પર વિશેષ ધ્યાન ન આપ્યું હતું, પરંતુ જેમ જેમ તેમાં લખેલી ભવિષ્યવાણીઓ સાચી નીવડી તેમ તેમ તેમની લોકપ્રિયતા જાપાન અને દુનિયામાં વધવા લાગી. તેમના દ્વારા 1995માં આવેલા કોબે ભૂકંપ, 2011ના તોહોકુ ભૂકંપ અને ક્વીન બેન્ડના ગાયક ફ્રેડી મર્ક્યુરીના મૃત્યુ જેવી ઘટનાઓની આગાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે.

વધુ વાંચો: VIDEO : વિદેશની મેટ્રોમાં દેશી ગર્લે રંગત જમાવી, લગ્નના લહેંગામાં સફર કરી, મુસાફરોની 'સુધરી સફર'

પર્યટન ઉદ્યોગ પર અસર

રિયો તાત્સુકીની ભવિષ્યવાણી પછી જાપાન આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. તાજેતરમાં ઈસ્ટર હોલિડે દરમિયાન કેટલીક એજન્સીઓએ જાણ કરી હતી કે જાપાન માટેની બુકિંગમાં 50% જેટલો ઘટાડો થયો છે, જે શક્યતા છે કે આગળ વધતો જ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Japanese Baba Venga Baba Vanga predictions baba vanga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ