બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / લગ્ન સમયે કુંડળી મેળવતા પહેલા થેલેસેમિયાની કરાવો તપાસ, વારસાગત રોગના જાણો લક્ષણો અને ઉપાયો
Last Updated: 08:00 AM, 8 May 2025
ભારતમાં થેલેસેમિયાનો પ્રથમ કેસ 1938માં નોંધાયો હતો. 1994માં પ્રથમ વખત, ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ થેલેસેમિયાએ 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
લગ્ન સમયે કુંડળી મેળવતા સાથે કરો થેલેસેમિયાની જાંચ
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે થેલેસેમિયા રોગની તપાસ લગ્ન સમયે કુંડળી મળાવતાની સાથે કરવી જરૂરી છે કારણ કે આ રોગ માતા અને પિતા દ્વારા બાળકો સુધી પહોંચે છે. થેલેસેમિયા એ વારસાગત રોગ છે. જો માતા કે પિતામાં એક અથવા બંનેમાં થેલેસેમિયાના લક્ષણો હોય તો આ રોગ બાળકને જઈ શકે છે. તેથી જ વધુ સારું છે કે લગ્ન પછી જ્યારે બાળક વિશે વિચારી રહ્યા હોય તો એ પહેલાં અથવા લગ્ન પહેલાં થેલેસેમિયાની જાંચ કરાવી લેવી જોઈએ.

ADVERTISEMENT
બે પ્રકારનો હોય છે થેલેસેમિયા
થેલેસેમિયા એ એક રોગ છે જે સામાન્ય રીતે બાળકને જન્મથી જ પકડી લે છે. તે બે પ્રકારના હોય છે. માઈનર અને મેજર. માઈનર થેલેસેમિયા ધરાવતા બાળકો લગભગ સ્વસ્થ જીવન જીવે છે. જ્યારે મેજર થેલેસેમિયા ધરાવતા બાળકોને લગભગ દર 21 દિવસે અથવા એક મહિનામાં એક શીશી લોહી ચડાવવું પડે છે.
જો માતા-પિતા બંનેને માઈનર થેલેસેમિયા હોય તો બાળકને મેજર થેલેસેમિયા થવાની શક્યતાઓ ઘણી વધારે છે. પણ જ્યારે માતા-પિતામાંનથી એકને માઈનર થેલેસેમિયા હોય અને બીજું સ્વસ્થ હોય તો બાળકને આ બીમારી થતી નથી. એટલે માટે લગ્ન પહેલા કે બાળકનું આયોજન કરતાં પરત પહેલા માતા-પિતાએ મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ.
ADVERTISEMENT
શું હોય છે થેલેસેમિયા
થેલેસેમિયા રોગ એક પ્રકારનો રક્ત વિકાર છે. આમાં બાળકના શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને આ કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે. આ કારણોસર આ બાળકોને દર 21 દિવસે ઓછામાં ઓછા એક યુનિટ રક્તની જરૂર હોય છે. સાથે જ આ બાળકો બહુ લાંબુ જીવતા નથી. જો કેટલાક લોકો બચી જાય છે તો પણ તેઓ ઘણીવાર એક અથવા બીજી બીમારીથી પીડાય છે અને જીવનનો આનંદ માણી શકતા નથી.

ADVERTISEMENT
આપણા શરીરમાં લોહીમાં શ્વેત રક્તકણો (WBC) અને લાલ રક્તકણો (RBC) હોય છે. શ્વેત રક્તકણો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, જ્યારે લાલ રક્તકણો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે. પરંતુ થેલેસેમિયાના દર્દીના શરીરમાં લાલ રક્તકણો શરીરને જોઈએ તેવી ઝડપે ઉત્પન્ન થતા નથી.
વધુ વાંચો: ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ, આતંકીઓના જનાજામાં થયું ચોંકાવનારું
ADVERTISEMENT
50 વર્ષ જીવવા માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ
નેશનલ હેલ્થ મિશનના રિપોર્ટમાં થેલેસેમિયાના દર્દી પાછળ કેટલો ખર્ચ થઈ શકે છે તેનો અંદાજ જણાવવામાં આવ્યો છે. આ મૂલ્યાંકન 10 વર્ષ પહેલાનું છે. એટલે કે હાલમાં તેમાં અનેકગણો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, જો થેલેસેમિયા મેજર બાળકનું વજન 30 કિલો છે, તો તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આયર્ન માટે વાર્ષિક બે લાખ રૂપિયા ખર્ચવા પડે છે. એટલે કે, જો તે 50 વર્ષ સુધી જીવે તો તેના માટે એક કરોડ રૂપિયા ખર્ચવા પડશે.
નિષ્ણાતોના મતે, તેને પૌષ્ટિક ખોરાક અને કસરત દ્વારા અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. તેમજ નવજાત શિશુ અને સગર્ભા માતાનું નિયમિત રસીકરણ પણ અસરકારક સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.