બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:27 PM, 10 July 2025
ભારતના યુવા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમની ટીમ Axiom-4 મિશન સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ગયા હતા. તેઓએ 25 જૂન, 2025ના રોજ ક્રૂ ડ્રેગન અવકાશયાન દ્વારા સફર શરૂ કરી હતી. આ મિશન માત્ર બે અઠવાડિયાં માટે હતું અને તેમની પૃથ્વી પર પરત ફરવાની તારીખ 10 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તેમની વાપસી મુલતવી રાખવામાં આવી છે અને તેઓ 14 જુલાઈ કે તેનાથી પછી પણ પાછા આવી શકે છે. આ આખી પરિસ્થિતિ સુનિતા વિલિયમ્સના વિલંબ સાથે લગભગ મળતી આવે છે, જ્યારે તેઓ પણ ISS પર વધુ સમય રોકાઈ ગયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
Axiom-4 મિશનના વિલંબનું મુખ્ય કારણ ISSના રશિયન ઝ્વેઝ્ડા સર્વિસ મોડ્યુલમાં થયેલું પ્રેશર લીક છે. આ લીકનું સમારકામ રોસકોમોસની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, પણ તેની સુરક્ષાની સંપૂર્ણ પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જે કારણે ડ્રેગન કેપ્સ્યુલના અનડોકિંગ અને પૃથ્વી પર પાછા ફરવાની પ્રક્રિયા ટાળવામાં આવી છે. મહત્વનું છે કે ક્રૂ ડ્રેગન અવકાશયાન સંપૂર્ણપણે કાર્યક્ષમ સ્થિતિમાં છે અને ISS પર તમામ 7 અવકાશયાત્રીઓ સુરક્ષિત છે.
ADVERTISEMENT
સુનિતા વિલિયમ્સ પણ અગાઉ ISS પર વધુ સમય રોકાઈ ગઈ હતી, પણ તેમના મિશનમાં અવકાશયાનના લેન્ડિંગ શેડ્યૂલ અને હવામાનના કારણે વિલંબ થયો હતો. તેમ છતાં તેઓ સુરક્ષિત રીતે પરત ફર્યા હતા. આજ રીતે, શુભાંશુ શુક્લા અને તેમની ટીમ માટે પણ હાલ કોઈ ખતરો નથી અને ISSમાંથી અવકાશયાત્રીઓની સલામતી માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ADVERTISEMENT
ડીઓર્બિટ બર્ન થયા પછી, કેપ્સ્યુલ લગભગ 28,000 કિમી/કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. આ સમયે, કેપ્સ્યુલની બહારનું તાપમાન 1600°C થી વધુ સુધી પહોંચે છે, પરંતુ કેપ્સ્યુલમાં સ્થાપિત હીટ કવચ તેને સુરક્ષિત રાખે છે. આ સમય દરમિયાન, કેપ્સ્યુલ થોડી મિનિટો માટે પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવે છે, જેને બ્લેકઆઉટ તબક્કો કહેવામાં આવે છે. વાતાવરણમાં પ્રવેશ્યા પછી, જ્યારે કેપ્સ્યુલની ગતિ ધીમે ધીમે ઓછી થાય છે, ત્યારે પહેલા 2 નાના ડ્રોગ પેરાશૂટ ખુલે છે, જે કેપ્સ્યુલને સ્થિર કરે છે. પછી 4 મોટા મુખ્ય પેરાશૂટ ખુલે છે, જે કેપ્સ્યુલની ગતિ 560 કિમી/કલાકથી ઘટાડીને 20-25 કિમી/કલાક કરે છે.
ADVERTISEMENT

જે પ્રકારે સુનિતા વિલિયમ્સએ દુર્ઘટનાઓ છતાં ધીરજ રાખી હતી, તેવી જ રીતે Axiom-4ની ટીમ પણ ઘેર પરત આવવા માટે ટેક્નિકલ પરિસ્થિતિઓનું ધીરજપૂર્વક સામનો કરી રહી છે. હવે તેમનું પરત આવવું ISSની સ્થિતિ અને હવામાન પર નિર્ભર છે. અનડોકિંગ પછી, ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વી તરફ ડીઓર્બિટ થશે, જેમાં તેનું એન્જિન થોડા સમય માટે ચાલશે, પછી તે પેરાશૂટના સહારે એટલાન્ટિક મહાસાગર કે મેક્સિકોના અખાતમાં ઉતરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કારગિલમાં જીત અપાવનાર 'જગુઆર'ના સન્યાસનો સમય આવી ગયો? 45 વર્ષની સેવામાં 50થી વધારે ઘા
જેમ સુનિતા વિલિયમ્સ પોતાના મિશન બાદ ધીરજ, મહેનત અને ટેક્નિકલ સમજદારીનું પ્રતીક બની ગયા હતા, તેમ હવે શુભાંશુ શુક્લા પણ યુવા પેઢી માટે પ્રેરણા બની રહ્યા છે. અવકાશયાત્રાની મુશ્કેલીઓ છતાં, ભારતના અવકાશયાત્રીઓની સાહસિકતા અને ટેક્નોલોજી પરનો વિશ્વાસ ગૌરવજનક છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.