બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / '5 વર્ષ સુધી મારા પતિ સાથે સેક્સ....', માન ગયે! પત્નીએ લીધો એવો બદલો કે દુનિયા જોતી રહી ગઇ

ચોંકાવનારું / '5 વર્ષ સુધી મારા પતિ સાથે સેક્સ....', માન ગયે! પત્નીએ લીધો એવો બદલો કે દુનિયા જોતી રહી ગઇ

Published By: Shilpa Parmar

Last Updated: 12:47 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Extra-marital affair : આજકાલ તમે પતિ- પત્નીના ઝઘડા અને એક્સ્ટ્રા મેરિટિયલ અફેરની ઘણી ઘટનાઓ સાંભળી હશે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં આવી જ એક ઘટના વાયરલ થઈ રહી છે જેમાં પત્નીને હસબન્ડના અફેરની જાણ થતાં કર્યું કઇંક એવું કે આખી સોસાયટી આશ્ચર્યમાં પડી ગઈ. જાણો શું છે ઘટના?

મહિલાઓ સામાન્ય રીતે લાગણીશીલ સ્વભાવ ધરાવતી હોય છે. પતિ હોય કે પ્રેમી કે પછી મિત્ર બસ આંખ મૂકીને વિશ્વાસ કરી લે છે. ઘણી વખત આ વધારે પડતાં વિશ્વાસને કારણે જ મહિલાઓ છેતરપિંડીનો શિકાર બને છે.

આપણે આપણી આસપાસ ઘણા એવા કિસ્સા જોયા અને સાંભળ્યા હશે જેમાં પ્રેમી કે પતિ બીજી યુવતી સાથે અફેરમાં હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પત્નીને પોતાના પતિ અને એની જ બાળપણની મિત્ર વચ્ચેના અફેરની જાણ થાય છે. ત્યાર બાદ પત્નીએ જે કર્યું તે ખરેખર ચોંકાવનારું હતું. પત્નીએ ગુસ્સો કે ઝગડો કર્યા વગર જાહેરમાં કઇંક એવું કર્યું કે તેના પતિ અને મિત્રને જાહેરમાં શરમજનક અનુભવ થયો.

પત્નીએ જાહેરમાં શું કર્યું?

પતિ- પત્નીના ઝઘડા અને એક્સ્ટ્રા મેરિટિયલ અફેરની ઘટનાઓ ઘણી વાર સામે આવે છે. પરંતુ અહીં પત્નીએ પોતાના પતિ અને બેસ્ટ ફ્રેન્ડને એક અલગ જ પાઠ શીખવ્યો. ચીનમાં બનેલી આ ઘટનામાં મહિલાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડને જબરદસ્ત રીતે કટાક્ષપૂર્વક ‘થૅન્ક યુ’ કહ્યું. પોતાની મિત્રએ પાંચ વર્ષ સુધી તેના પતિ સાથે સંબંધ જાળવી રાખ્યો હોવાની વાત પત્નીએ જાહેરમાં ઉઘાડી પાડીને બદલો લીધો.

પત્નીએ જાહેરમાં લગાવ્યા બેનર

ચીનના હુનાન પ્રાંતમાં આવેલા ચાંગશા શહેરની એક હાઉસિંગ સોસાયટીની ચારે બાજુ દિવાલ પર મહિલાએ બેનર લગાવ્યા. આ બેનરમાં તેણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ શીનો ખાસ કટાક્ષરૂપે આભાર માન્યો. પત્નીએ માત્ર બેનર જ નહીં, પણ ધ્વજ પર પણ મિત્રનું નામ લખાવ્યું અને પતિ સાથે અફેર રાખવા બદલ થૅન્ક યુ કહ્યું. આ રીતે તેણે બંને વચ્ચેના ગુપ્ત સંબંધને જાહેરમાં પ્રદર્શિત કરીને તેના મનનો બધો ગુસ્સો કાઢી નાખ્યો.

બેનરમાં શું લખ્યું હતું?

એક રિપોર્ટ મુજબ, એક બેનરમાં લખ્યું હતું કે,

‘શી છેલ્લા 12 વર્ષથી મારી સૌથી સારી મિત્ર છે અને છેલ્લા 5 વર્ષથી મારા પતિને યૌન સેવાઓ આપી રહી છે.’

બીજા બેનરમાં લખ્યું હતું,

‘શી ઓફિસના સમયમાં પોતાની બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે હોટેલમાં જતી હતી. Thank You.’

પછી આ બેનરો હટાવી દેવામાં આવ્યા.

ઘટના થઈ વાયરલ

હોન્ગશાન કોમ્યુનિટી ટુરિઝમ મેનેજમેન્ટ ઓફિસના એક કર્મચારી દ્વારા આ બનાવની જાણ ચીનના મીડિયા આઉટલેટ ધ પેપરને કરવામાં આવી. થોડા જ સમયમાં આ ઘટના ચીનના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ. લોકોમાં આ અંગે ભારે ચર્ચા શરૂ થઈ.

ઘણા લોકોએ પત્નીના પગલાં અને તેના પરિણામો પર પોતાનો મંતવ્ય જાહેર કર્યો. થોડા કલાકોમાં બેનરો દૂર કરી દેવામાં આવ્યા, પરંતુ એ પહેલા જ શહેરના મોટાભાગના લોકોની મોબાઇલ ગેલેરીમાં તેના ફોટાઝ પહોંચી ગયા હતા અને ઘટના ખૂબ વાયરલ થઈ ગઈ હતી.

વધુ વાંચો : આખરે ડોનાલ્ડ ટ્રમ્પની શાન ઠેકાણે આવી! ભારત માટે 'ઝીરો ટેરિફ' ઓફરની કરી વાત

કાનૂની પગલાંની શક્યતા

એક વકીલે જણાવ્યું કે મિત્ર શીનું નામ જાહેર કરવામાં આવ્યું હોવાથી તે કાનૂની કાર્યવાહી કરી શકે છે. પતિ અને પત્નીનું નામ બહાર પાડવામાં આવ્યું નથી. શાંક્સી હેંગડા લો ફર્મના વકીલ ઝાઓ લિયાંગશાને કહ્યું કે, જો આ બેનરમાં લખાયેલા તથ્યો ખોટા સાબિત થાય તો તે શીના ગોપનીયતા હક, પ્રતિષ્ઠા અને વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન ગણાશે અને તેના આધાર પર પત્નીને સજા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Extra-marital affair Husband affair with wifes friend Husband-wife news

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ