બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:12 PM, 10 July 2025
રશિયામાં કામદારોની કમીને ધ્યાનમાં રાખીને, એક મોટા સમાચાર બહાર આવ્યા છે. રશિયાએ 2025 ના અંત સુધીમાં ભારતમાંથી 10 લાખ કામદારોને બોલાવવાની યોજના બનાવી છે. યુક્રેન યુદ્ધને કારણે રશિયામાં પુરુષો અને કામદારોની અછતને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુરલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વડા આન્દ્રે બેસેડિને જણાવ્યું હતું કે આ સંદર્ભમાં ભારત સાથેનો કરાર અંતિમ સ્વરૂપ પામ્યો છે. તેમણે તેમના ભારતીય મિત્રો પાસેથી સાંભળ્યું હતું કે 2025 સુધીમાં 10 લાખ ભારતીય કામદારો રશિયા, ખાસ કરીને સ્વેર્ડલોવસ્ક પ્રદેશ પહોંચશે. એટલું જ નહીં, ભારતીય કામદારોને મદદ કરવા માટે સ્વેર્ડલોવસ્કની રાજધાની યેકાટેરિનબર્ગમાં એક નવું ભારતીય દૂતાવાસ પણ ખુલવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT

ભારતીય કામદારો સ્વેર્ડલોવસ્કમાં કરશે ધમાલ
ADVERTISEMENT
રશિયાનો સ્વેર્દલોવસ્ક પ્રદેશ ઈન્ડસ્ટ્રીનું એક મોટું કેન્દ્ર છે. અહીં મેટલ અને મશીનરી સંબંધિત ફેક્ટ્રીઓમાં કામદારોની ભારે અછત છે. બેસેડિન અનુસાર, યુક્રેન યુદ્ધમાં રશિયન માણસોની તૈનાતી અને યુવાનોનો કારખાનાઓમાં કામ ન કરવાનો વલણ આના મુખ્ય કારણો છે. આવી સ્થિતિમાં, ભારતના મહેનતુ અને કુશળ કામદારો આ ખાલી જગ્યા ભરી શકે છે. યેકાટેરિનબર્ગ શહેર ટ્રાન્સ-સાઇબેરીયન રેલ્વે દ્વારા યુરોપ અને એશિયાને જોડતું એક મોટું લોજિસ્ટિક્સ હબ બની રહ્યું છે. આ સાથે, આ શહેર આર્કટિક વિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવશે. ભારતીય કામદારોને અહીં મેટલ અને મશીનરી ઈન્ડસ્ટ્રીમાં મોટી તક મળશે.

ADVERTISEMENT
ઠંડી અને ખોરાક બનસે ચુનૌતી
યેકાટેરિનબર્ગનું હવામાન ભારતીયો માટે મુશ્કેલ કામ સાબીત થઈ શકે છે. ઉનાળામાં ત્યાંનું તાપમાન 24 ડિગ્રી સુધી રહે છે, પરંતુ શિયાળામાં -17 ડિગ્રી સુધી ઘટી જાય છે. ઓક્ટોબરથી એપ્રિલ સુધી બરફની ચાદર રહે છે. મોટાભાગના ભારતીય કામદારો મધ્ય પૂર્વના ગરમ હવામાનમાં કામ કરવા માટે ટેવાયેલા છે, તેથી રશિયાનો શિયાળો તેમના માટે એક નવી ચુનૌતી હશે. આ સિવાય, જે શુદ્ધ શાકાહારી છે તેમના માટે ખોરાકની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની શકે છે. જો કે, રશિયામાં ભારતીય અને ઈન્ટરનેશનલ બ્રાન્ડના ગરમ કપડાં સરળતાથી ઉપલબ્ધ છે, જે ઠંડીથી થોડી રાહત આપી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સુનિતા બાદ શુભાંશુ પણ ફસાઇ જશે કે શું, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પરત ફરવામાં મોડું
4,000 ભારતીઓએ કરી દીધી છે અરજી
ADVERTISEMENT
રશિયાએ ભારતીય કામદારોનું ટેસ્ટ શરૂ કર્યું છે. મોસ્કોની સેમોલ્યોટ ગ્રુપ નામની કંસ્ટ્રકશન કંપનીએ ભારતીય કામદારોને નોકરી પર રાખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં 4,000 ભારતીયોએ સેન્ટ પીટર્સબર્ગમાં નોકરી માટે અરજી કરી છે. ભારતીય કામદારો પહેલાથી જ મોસ્કો અને કાલિનિનગ્રાડમાં અમુક બાંધકામ સાઇટ્સ પર કામ કરી રહ્યા છે. રશિયાના ઈન્ડસ્ટ્રીયલીસ્ટ અને બીઝનેસમેનની યુનીયન ભારતમાં ટ્રેનીંગ સ્કૂલો ખોલવાનો વિચાર આપ્યો છે, જેથી કામદારોને રશિયન જરૂરિયાતો અનુસાર તૈયાર કરી શકાય. રશિયન શિક્ષણ મંત્રી સેરગેઈ ક્રાવત્સોવે આ યોજનાને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે તેનો અમલ વિદેશ મંત્રાલય સાથે મળીને કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.