ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'હાથી અને ડ્રેગન વચ્ચે...' PM મોદી સાથેની મુલાકાત બાદ બોલ્યા શી જિનપિંગ

વિશ્વ / 'હાથી અને ડ્રેગન વચ્ચે...' PM મોદી સાથેની મુલાકાત બાદ બોલ્યા શી જિનપિંગ

Published By: Nidhi Panchal

Last Updated: 01:39 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના તિયાનજિનમાં ચાલી રહેલી SCO સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ હાજરી આપી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક કલાક લાંબી ઐતિહાસિક બેઠક કરી. આ મુલાકાતમાં ભારત-ચીન સંબંધો, વેપાર, સરહદ મુદ્દા અને વૈશ્વિક પડકારો પર વિસ્તૃત ચર્ચા થઈ.

ADVERTISEMENT

ચીનના તિયાનજિન શહેરમાં ચાલી રહેલી SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. સાત વર્ષ પછી PM મોદી ચીન પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક કલાક લાંબી દ્વિપક્ષીય બેઠક કરી. આ બેઠકમાં બંને દેશોના હિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વચ્ચે શી જિનપિંગે ખાસ સંદેશ આપ્યો કે ભારત અને ચીન જેવા મોટા દેશો માટે "મિત્ર બનવું, સારા પડોશી બનવું અને સાથે મળીને આગળ વધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે."

jinping-2

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો. તેમણે સરહદ વિવાદ પર થયેલા કરાર, કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અને ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની બાબતો ઉઠાવી. મોદીએ કહ્યું કે 2.8 અબજ લોકોના હિતો ભારત-ચીનના સહકાર સાથે જોડાયેલા છે, જે માનવજાતના કલ્યાણ માટેનો માર્ગ ખોલી શકે છે. સાથે જ તેમણે આ સંબંધો પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા પર આધારિત હોવા જોઈએ તે વાત પર ભાર મૂક્યો.

સફળ બેઠક

શી જિનપિંગે PM મોદીને મળીને આનંદ વ્યક્ત કર્યો અને SCO સમિટ માટે ચીનમાં તેમનું સ્વાગત કર્યું. તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે કાઝાનમાં બંને વચ્ચે સફળ બેઠક થઈ હતી. શી જિનપિંગે બેઠકને ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે વિશ્વ હાલ મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત અને ચીન માત્ર પ્રાચીન સભ્યતાઓ જ નહીં પરંતુ સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે અને ગ્લોબલ સાઉથનો મહત્વનો ભાગ છે.

jinping-3

વિશ્વમાં શાંતિ તથા સમૃદ્ધિ

આ વર્ષે ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. આ અવસરે શી જિનપિંગે જણાવ્યું કે બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. તેમણે બહુપક્ષીયતા, બહુધ્રુવીય વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ લોકશાહીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ એશિયા અને વિશ્વમાં શાંતિ તથા સમૃદ્ધિ માટે મળીને કામ કરવાની વાત કરી.

app promo3

25% દંડ તરીકેનો ટેરિફ

અમેરિકાની ટેરિફ નીતિ વચ્ચે ભારતની રણનીતિ પણ આ બેઠકમાં ધ્યાન ખેંચતી હતી. PM મોદી તિયાનજિનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળવાના છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ રશિયન તેલની ખરીદી બંધ ન કરવા બદલ ભારતીય માલ પરનો ટેરિફ બમણો કરીને 50% કર્યો છે. તેમાં 25% પારસ્પરિક ટેરિફ અને 25% દંડ તરીકેનો ટેરિફ સામેલ છે.

ભારત-ચીન સંબંધો ખૂબ તણાવ

2020ની ગાલવાન અથડામણ પછી ભારત-ચીન સંબંધો ખૂબ તણાવમાં આવી ગયા હતા. ડોકલામ વિવાદ અને લાંબા સમયથી ચાલતા અવિશ્વાસને કારણે બંને દેશો વચ્ચે અંતર વધ્યું હતું. ગયા વર્ષે રશિયામાં બ્રિક્સ સમિટ દરમિયાન મોદીઅને શી જિનપિંગ મળ્યા ત્યારે થોડું બરફ ગળવાનું શરૂ થયું હતું. હવે અમેરિકાની સાથેના તણાવને કારણે ભારત પાસે ચીન સાથેના સંબંધોને સુધારવા માટે નવો અવસર ઊભો થયો છે.

આ પણ વાંચો : 'ટ્રમ્પનો ભારત સાથે સ્કૂલના બાળક જેવો વ્યવહાર..', US રાષ્ટ્રપતિની અમેરિકામાં જ ટિકા

આ મહત્વપૂર્ણ બેઠકમાં PM મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, ચીનમાં ભારતીય રાજદૂત પ્રદીપ રાવત, પૂર્વ એશિયાના સંયુક્ત સચિવ ગૌરાંગ લાલ દાસ અને PMOના અધિક સચિવ દીપક મિત્તલ હાજર રહ્યા હતા. બીજી તરફ, શી જિનપિંગની ટીમમાં વિદેશ મંત્રી વાંગ યી, પ્રધાનમંત્રી લી કિયાંગ, કાર્યાલયના મહાનિર્દેશક કાઈ ચી અને ચીનમાં ભારતીય રાજદૂત શુ ફેઈહોંગ સામેલ હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SCO Summit PM Modi Xi Jinping

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ