ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'ટ્રમ્પનો ભારત સાથે સ્કૂલના બાળક જેવો વ્યવહાર..', US રાષ્ટ્રપતિની અમેરિકામાં જ ટિકા

વિશ્વ / 'ટ્રમ્પનો ભારત સાથે સ્કૂલના બાળક જેવો વ્યવહાર..', US રાષ્ટ્રપતિની અમેરિકામાં જ ટિકા

Published By: Priykant Shrimali

Last Updated: 01:20 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Tariffs on India : ટ્રમ્પ ટેરિફ વચ્ચે અમેરિકાના પત્રકારનું મોટું નિવેદન, ટ્રમ્પ સરકારને ભારતના ઇતિહાસ અને તેની વૈશ્વિક મહત્વતા વિશે બિલકુલ સમજ નથી, જાણો બીજું શું-શું ક કહ્યું ?

ADVERTISEMENT

America Tariffs on India : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પહેલા 25 ટકા અને બાદમાં બીજા 25 ટકા એમ કુલ મળી 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમેરિકાના જાણીતા વરિષ્ઠ પત્રકાર રિક સાંચેઝે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારત પર મૂકાયેલા ટૅરિફ્સ અંગે કડક નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકા ખાસ કરીને ટ્રમ્પ સરકારને ભારતના ઇતિહાસ અને તેની વૈશ્વિક મહત્વતા વિશે બિલકુલ સમજ નથી. જેના કારણે એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જે ન ફક્ત અવિવેકી છે પરંતુ એકમાત્ર શક્તિશાળી દેશ સામે અહંકાર દર્શાવનારા પણ છે.

ટ્રમ્પના સલાહકારોને ભારતીય ઇતિહાસની સમજ નથી

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં રિક સાંચેઝે ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોના એક નિવેદન અંગે ટીકા કરતા જણાવ્યું કે, ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ જ્યારે યુક્રેન યુદ્ધને મોદીનું યુદ્ધ કહ્યું ત્યારે એવું નિવેદન માત્ર હાસ્યાસ્પદ કહેવાય. નવારો ન તો કોઈ મહાન વિચારક છે અને ન તો ખૂબ સમજદાર. સાંચેઝે આ પણ ઉમેર્યું કે, મારા દેશની ગ્લોબલ સાઉથ અંગેની સમજ ખૂબ જ મર્યાદિત છે. તેઓ ભારતનો ઇતિહાસ, ભારત-ચીન સંબંધો અને રશિયા-યુક્રેન કનેક્શનને સમજી શકતા નથી. નવ-રૂઢિવાદી વિચારધારાના લોકો અને હથિયાર ઉદ્યોગમાંથી આવતી લોબી ટ્રમ્પને દિશાભ્રષ્ટ કરી રહી છે.

ભારત પર સ્કૂલના બાળકની જેમ વર્તન ન કરો: અમેરિકાના પત્રકાર

અમેરિકાના જાણીતા વરિષ્ઠ પત્રકાર રિક સાંચેઝે ભારત પર તેલ ખરીદવાના લીધે લાગેલા ટૅરિફના મુદ્દે કડક વાણીમાં કહ્યું કે, આ એક અહંકારભરી નીતિ છે. ટ્રમ્પ પ્રશાસન ભારતને સ્કૂલના બાળક સમજે છે પણ ભારત એવો દેશ નથી. ભારત એક વૈશ્વિક શક્તિ છે, તેનો પોતાનો ઇતિહાસ છે, સમૃદ્ધિ છે અને ક્ષમતા છે. એ દેશમાં એવા સંસાધનો છે કે, જેના આધાર પર તેણે સમગ્ર વિશ્વમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, ભારતનું યોગદાન યુરોપ કે મેસોપોટેમિયા કરતા પણ ઓછું નથી. જ્યારે અમેરિકાનું વલણ ભારત તરફ અપમાનીક હોય છે ત્યારે ભારત પણ જવાબ આપે છે કે "તમે અમને ન શીખવાડો કે શું કરવું."

વિશ્વમાં સત્તાની ધારો બદલાઈ રહી છે

વરિષ્ઠ પત્રકાર રિક સાંચેઝે આ સમયને વિશ્વ માટે પરિવર્તનકારી ગણાવ્યો. અને કહ્યું કે, આવો સમય ભવિષ્યમાં ઇતિહાસકારો દ્વારા યાદ રાખવામાં આવશે કે જ્યારે અમેરિકાની અદ્વિતીય ગ્લોબલ ધીમે ધીમે ઓછી થવા લાગી. હવે સત્તા ધીમે ધીમે ગ્લોબલ સાઉથ તરફ ખસી રહી છે. જેમ કે ભારત, ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલ જેવા દેશો તરફ.

આ પણ વાંચો : માનસરોવર યાત્રાથી લઈ સરહદ પર શાંતિ સુધી, જાણો PM મોદી-શી જિનપિંગ વચ્ચેની મુલાકાતની 10 મોટી વાતો

હવે જાણો ટ્રમ્પની ભારત સાથે નારાજગીનું કારણ?

અમેરિકાના જાણીતા વરિષ્ઠ પત્રકાર રિક સાંચેઝના મતે ટ્રમ્પ વ્યકિતગત રીતે પણ ભારતથી નારાજ છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ હતો ત્યારે ભારતે ટ્રમ્પને મધ્યસ્થ તરીકે માન્યતા આપી ન હતી. આ વાત ટ્રમ્પને ન ગમી હતી અને તે પણ ભારત પર 50% ટૅરિફ લાગુ કરવાની પાછળનું એક કારણ બની હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America journalist Rick Sanchez Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ