ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / માનસરોવર યાત્રાથી લઈ સરહદ પર શાંતિ સુધી, જાણો PM મોદી-શી જિનપિંગ વચ્ચેની મુલાકાતની 10 મોટી વાતો

મિટિંગ / માનસરોવર યાત્રાથી લઈ સરહદ પર શાંતિ સુધી, જાણો PM મોદી-શી જિનપિંગ વચ્ચેની મુલાકાતની 10 મોટી વાતો

Published By: Priykant Shrimali

Last Updated: 12:31 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Meets Xi Jinping : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાંજિનના યિંગબિન હોટલમાં આશરે 40 મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જાણો 10 મોટી વાતો

ADVERTISEMENT

PM Modi Meets Xi Jinping : ચીનના તિયાંજિન શહેરમાંથી આજે એક મહત્વના રાજનૈતિક સમાચાર સામે આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાંજિનના યિંગબિન હોટલમાં આશરે 40 મિનિટ સુધી એક ગર્ભિત દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને નેતાઓ વચ્ચે ગરમજોશીથી મુલાકાત થઈ અને બહુવિધ મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ.

SCO શિખર સંમેલન પહેલા મોટી મુલાકાત

મહત્વનું છે કે, PM મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO) ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. સંમેલન પૂર્વે યોજાયેલી આ બેઠક દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે.

હવે જાણો શું કહ્યું PM મોદીએ ?

આ દરમિયાન PM મોદીએ કહ્યું કે, સીમા વ્યવસ્થાપન અંગે આપણા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સહમતિ બની છે. કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે અને ભારત-ચીન વચ્ચે સીધી હવાઈ સેવા પણ પુનઃશરૂ કરવામાં આવી છે. બંને દેશોના 2.8 અબજ નાગરિકોના હિતો આપણા સહયોગથી સંકળાયેલા છે. આ સહયોગ માનવજાત માટે પણ કલ્યાણનો માર્ગ ઉજાગર કરશે. અમે પારસ્પરિક વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે સંબંધો આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

હવે જાણીએ મોદી-જિનપિંગ બેઠકની 10 મહત્વપૂર્ણ બાબતો

  1. વડાપ્રધાન મોદીએ ચીને SCO સંમેલનના યજમાનો રૂપે સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવી.
  2. PM મોદીએ આમંત્રણ માટે રાષ્ટ્રપતિ જિનપિંગનો આભાર વ્યક્ત કર્યો.
  3. કૈલાસ યાત્રા અને હવાઈ સેવાઓ ફરી શરૂ થવા પર બંને દેશો સંમત થયા.
  4. PM મોદીએ કહ્યું, કાઝાનમાં થયેલી અગાઉની મુલાકાતથી સંબંધો પોઝિટિવ દિશામાં ગયા/
  5. સરહદ પર તણાવ ઓછો થયો છે, જે શાંતિ અને સ્થિરતા માટે સહાયક છે.
  6. 2.8 અબજ લોકોને લાભ થાય તેવો સહયોગ બંને માટે જરૂરી છે.
  7. મોદીએ કહ્યું કે, સંબંધો વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાથી આગળ વધે.
  8. રાષ્ટ્રપતિ જિનપિંગે મોદીના આગમનને ગરમજોશીથી આવકાર્યો.
  9. જિનપિંગે કહ્યું કે, ભારત અને ચીન દુનિયાના સૌથી મોટા અને પ્રાચીન દેશો છે.
  10. શાંતિ, સમૃદ્ધિ અને વ્યૂહાત્મક ભાગીદારીને બંને નેતાઓએ મહત્વ આપ્યું.

શી જિનપિંગ સાથે મુલાકાતમાં મોદીની ટિપ્પણી

વડાપ્રધાન મોદીએ ચીનની SCO અધ્યક્ષતાને સફળ માનતાં જણાવ્યું હતું કે, SCOની સફળ અધ્યક્ષતા માટે હું તમારું અભિનંદન કરું છું. ચીન આવવાનું આમંત્રણ આપવું અને આજે મળવા બદલ હું તમારો આભાર માનું છું.

શા માટે ખાસ છે આ મુલાકાત?

  • લાંબા વિરામ બાદ ચીન મુલાકાત : સાત વર્ષના વિરામ પછી વડાપ્રધાન મોદી ચીન પહોંચ્યા છે, જે દર્શાવે છે કે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને લઈને હવે વધુ ગંભીર છે.
  • ભારત-ચીન સંબંધોમાં સુધારો : આ સાથે પાછલા કેટલાક વર્ષોમાં તણાવભર્યા સંબંધો હવે થોડા સમતોલ થવા લાગ્યા છે. અગાઉ બ્રિક્સ 2024માં પણ બંને નેતાઓ મળ્યા હતા અને હવે આ બીજી મુલાકાત છે.
  • વૈશ્વિક પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યો છે : હાલમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં થોડું તણાવ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતમાં 50% ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે ચીન અને રશિયા જેવા પડોશી દેશો સાથે સંબંધો મજબૂત રાખવા વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

આ પણ વાંચો : PM મોદી-જિનપિંગ અને પુતિનની જ્યાં મુલાકાત થશે તે SCO સમિટ શું છે?, જાણો A to z માહિતી

આ તરફ હવે મીડિયા અહેવાલો મુજબ 1 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ બેઠક થવાની શક્યતા છે. આ તમામ ઘટનાક્રમો દર્શાવે છે કે, આ મુલાકાત માત્ર એક સામાન્ય દ્વિપક્ષીય મુલાકાત નથી પરંતુ ભારતની વૈશ્વિક રાજનૈતિક સ્થિતિ અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણને નક્કી કરતી એક મહત્વપૂર્ણ કડી બની છે. સમગ્ર દુનિયાની નજર આ બેઠક પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Meets Xi Jinping CO Summit Kailash Mansarovar Yatra

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ