બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વિઝા માટે રશિયાને લઈ ભારતનો મોટો નિર્ણય, ઇન્ડિયાને કયા-કયા દેશો આપે છે આ સુવિધા

વિશ્વ / વિઝા માટે રશિયાને લઈ ભારતનો મોટો નિર્ણય, ઇન્ડિયાને કયા-કયા દેશો આપે છે આ સુવિધા

Vidhata Gothi

Last Updated: 11:32 AM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Free Visa Countries: ભારતનો પાસપોર્ટ હવે 59 દેશોમાં વિઝા-ફ્રી અથવા સરળ પ્રવેશ આપે છે. ત્યારે ચાલો આજે એ દેશો વિશે જેની કે જય ભારતીયો વિઝા વિના મુસાફરી કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક પછી, શુક્રવારે બંને દેશોએ દરિયાઈ માળખાગત સુવિધાઓ અને શિપિંગ પર એક નવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર સંકેત આપે છે કે ભારત અને રશિયા હવે વેપારને વધુ સુવ્યવસ્થિત કરવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છે. વાટાઘાટો દરમિયાન, ઘણા મુખ્ય વિષયો પર બંને દેશો વચ્ચે સંમતિ સધાઈ.

ત્યારે બેઠક બાદ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે રશિયાથી આવતા પ્રવાસીઓ માટે ભારત ઈ-વિઝા સુવિધા ઉપલબ્ધ કરાવશે અને તેની પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત પ્રેસ નિવેદનમાં, તેમણે એમ પણ કહ્યું કે ઈ-ટૂરિસ્ટ વિઝા અને ગ્રુપ ટુરિસ્ટ વિઝા સેવાઓ ટૂંક સમયમાં લાગુ કરી દેવામાં આવશે. ત્યારે ચાલો જાણીએ કે કયા દેશો ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રી વિઝાની સુવિધા આપે છે.

વૈશ્વિક નકશા પર ભારતની પ્રગતિ

માહિતી પ્રમાણે, ભારતીય પાસપોર્ટ ધારકો હવે કુલ 59 સ્થળો (દેશો અને પ્રદેશો) પર વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ/ઇ-ટીએ સાથે પહોંચી શકે છે. આનો અર્થ એ થયો કે જે જટિલ વિઝા પ્રક્રિયા ઘણીવાર લોકોને નિરાશ કરી દેતી હતી, હવે તેનાથી અલગ, વિશ્વના ઘણા ખૂણાઓ સુધી પહોંચવું સરળ બની ગયું છે.

vtv app promotion

કયા દેશોમાં મળી રહી છે વિઝા-ફ્રી સુવિધા

આ દેશોની લિસ્ટમાં એશિયા, આફ્રિકા, કેરેબિયન, ઓશિયનિયા અને સાયપ્રસના કેટલાક ભાગો સામેલ છે. આ દેશોમાં પરંપરાગત પશ્ચિમી સ્થળો કરતાં મુસાફરી કરવી સરળ અને સસ્તી હોય છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકપ્રિય દેશો જેમ કે મલેશિયા, માલદીવ, થાઇલેન્ડ, નેપાળ, ભૂટાન વગેરે આ લિસ્ટમાં સામેલ છે. કેટલાક દેશો વિઝા-ઓન-અરાઇવલ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇ-ટીએ/ઇ-વિઝા)ની સુવિધા પણ ઓફર કરે છે, જેના લીધે મુસાફરીનું આયોજન પહેલા કરતાં વધુ સરળ થઈ ગયું છે.

આ પણ વાંચો: ભારતીયો માટે માઠા સમાચાર, ટ્રમ્પ સરકારે લાગુ પાડી દીધો આ કડક નિયમ, પડશે મોટો ફટકો

ભારતની બદલાતી વિદેશ નીતિ

વિઝા-ફ્રી ઍક્સેસનો અર્થ માત્ર સુવિધા નથી; તે ભારતની વિકસિત વિદેશ નીતિનો સંકેત છે. ભારત માટે આટલા બધા દેશો વિઝા-ફ્રી કરવા ફક્ત મુસાફરીની સુવિધા નથી, પરંતુ વર્ષોની રાજદ્વારી, દ્વિપક્ષીય કરારો અને વિશ્વાસનું પરિણામ છે. આ સોદાઓ અને વાટાઘાટોએ ભારત માટે નવા રસ્તા ખોલ્યા છે, પછી ભલે તે પર્યટન હોય, વેપાર હોય, શિક્ષણ હોય કે ફક્ત દુનિયા જોવાની ઇચ્છા હોય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Passport Holders Indian passport visa on arrival list Visa-free countries for Indian
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ