બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ફરી ગોળીબાર, NBA ચેમ્પિયનશિપ ઉજવણી વચ્ચે અફરાતફરી

વિશ્વ / ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ફરી ગોળીબાર, NBA ચેમ્પિયનશિપ ઉજવણી વચ્ચે અફરાતફરી

Nidhi Panchal

Last Updated: 10:18 AM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સૌથી વ્યસ્ત અને વિશ્વપ્રસિદ્ધ વિસ્તારોમાંના એક ટાઇમ્સ સ્ક્વેરમાં ફરી એકવાર ગોળીબારની ઘટનાએ લોકોમાં ભય ફેલાવ્યો છે. NBA ચેમ્પિયનશિપની ઉજવણી માટે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો વચ્ચે અચાનક થયેલા ગોળીબાર બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેર વિસ્તારમાં ગુરુવારે બપોરે થયેલા ગોળીબારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. ઘટના બાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો પોતાની સલામતી માટે દોડતા જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ગોળીબાર બાદ લોકો ભાગદોડ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને ઝડપથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.

Times-square

ઘટનામાં એક વ્યક્તિને પહોંચી ઇજા

ન્યૂ યોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની સ્થિતિ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 3:40 વાગ્યે બની હતી. તે સમયે હજારો લોકો નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA) ચેમ્પિયન ન્યૂ યોર્ક નિક્સની જીતની ઉજવણી કરવા માટે લોઅર મેનહટનના રસ્તાઓ પર ભેગા થયા હતા.

સુરક્ષાના ભાગરૂપે આશરે 10,000 પોલીસ અધિકારીઓને તૈનાત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે આશરે 10,000 પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. શહેરમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવાથી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. તેમ છતાં ગોળીબારની ઘટના બનતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગોળીબારના અવાજ બાદ લોકો સલામતી માટે દોડતા

ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD)એ જણાવ્યું હતું કે ટાઇમ્સ સ્ક્વેર અને આસપાસનો વિસ્તાર પરેડમાં ભાગ લેવા આવેલા લોકો અને પ્રવાસીઓથી ભરેલો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગોળીબારના અવાજ બાદ લોકો સલામતી માટે દોડતા જોવા મળે છે. ગોળીબારની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રવાસીઓ તેમજ નજીકના રહેવાસીઓએ પણ સુરક્ષિત સ્થળો તરફ દોડ લગાવી હતી. નોંધનીય બાબત એ છે કે ગોળીબાર પાર્ક કરેલા પોલીસ વાહનથી માત્ર એક મીટર જેટલા અંતરે થયો હોવાનું સામે આવ્યું છે.

53 વર્ષ બાદ NBA ચેમ્પિયનશિપ જીત્યા પછી શહેરમાં ઉજવણી

આ ઘટના 16 જૂને ટાઇમ્સ સ્ક્વેરમાં બનેલી સમાન ઘટનાના થોડા દિવસો બાદ બની છે. ન્યૂ યોર્ક નિક્સે 53 વર્ષ બાદ NBA ચેમ્પિયનશિપ જીત્યા પછી શહેરમાં ઉજવણીનો માહોલ હતો. પરંતુ ઉજવણી દરમિયાન થયેલા ગોળીબારના વીડિયોએ સમગ્ર શહેરને ચોંકાવી દીધું હતું. તે સમયે પણ ભીડભાડવાળા વિસ્તારમાં અચાનક ગોળીબાર થતાં લોકો આશ્રય માટે દોડ્યા હતા.

આ પણ વાંચો : 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા... પીએમ મોદીએ પેરિસમાં જણાવ્યું 12 વર્ષમાં કેટલું બદલાયું ભારત

બીજા એક વીડિયોમાં પોલીસ એક વ્યક્તિ પાસેથી લોડેડ બંદૂક કબજે કરતી જોવા મળી હતી. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે શહેરની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાની પાછળના કારણો શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New York Shooting Times Square NBA Celebration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ