બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મોસ્કોમાં યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક, ઈમારતો અને ઓઈલ ટેન્કો સળગી ઉઠી

Russia Ukraine War / મોસ્કોમાં યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક, ઈમારતો અને ઓઈલ ટેન્કો સળગી ઉઠી

Pravin Joshi

Last Updated: 06:50 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલા સામે રશિયાનું એર ડિફેન્સ સિસ્ટમ લાચાર સાબિત થયું છે.

આંતરરાષ્ટ્રીય યુદ્ધના મેદાન પરથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંગ્રામના સૌથી ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને પોતાની પૂરી તાકાત ઝોંકીને રશિયાના દિલ ગણાતી રાજધાની મોસ્કો પર એક મોટો અને વિનાશક ડ્રોન હુમલો કર્યો છે. ગુરુવારે રશિયન સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુક્રેને માત્ર એક અઠવાડિયામાં બીજી વખત મોસ્કોની હાઇપ્રોફાઇલ ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવી છે. આ હુમલો એટલો પ્રચંડ હતો કે મોસ્કોના આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા અને આખા શહેરમાં વિસ્ફોટોના અવાજોથી ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાર વર્ષથી વધુ સમય પહેલા શરૂ થયેલા આ યુદ્ધમાં આ હુમલાને યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો એર સ્ટ્રાઈક માનવામાં આવી રહ્યો છે.

રશિયાનું એર ડિફેન્સ ફેલ

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે રાતોરાત અલગ-અલગ વિસ્તારોમાં કુલ 555 યુક્રેની ડ્રોનને તોડી પાડ્યા છે, જેમાંથી લગભગ 200 ડ્રોનને રશિયન રાજધાનીની સરહદ પાસે જ અટકાવવામાં આવ્યા હતા. જો કે, આટલી લોખંડી સુરક્ષા હોવા છતાં યુક્રેનના ઘણા આત્મઘાતી ડ્રોન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમને છેતરીને મોસ્કો શહેરમાં ઘૂસી જવામાં સફળ રહ્યા હતા.

મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે, કથિત ડ્રોન હુમલાના કારણે મોસ્કોના દક્ષિણ-પૂર્વીય છેવાડે આવેલી પ્રખ્યાત 'ગઝપ્રોમ નેફ્ત' ઓઇલ રિફાઇનરી સીધી ચપેટમાં આવી ગઈ છે. આ પ્લાન્ટ મોસ્કો ક્ષેત્રમાં ઈંધણ સપ્લાય કરતો સૌથી મોટો સ્ત્રોત છે. 16 જૂને થયેલા પ્રથમ હુમલા બાદ 18 જૂને આ બીજી વખત પ્રહાર કરાયો છે. આ બ્લાસ્ટમાં રિફાઇનરીના સ્ટોરેજ ટેન્ક્સ, ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ યુનિટ અને ડીઝલ હાઇડ્રોટ્રીટીંગ યુનિટને ભારે નુકસાન થયું છે. આ સિવાય ડ્રોન પડવાને કારણે સેડોવોડ અને બેલાયા દાચા જેવા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ તેમજ કેટલીક રહેણાંક સોસાયટીઓની ઇમારતોમાં પણ આગ લાગી ગઈ હતી.

4 પ્રમુખ એરપોર્ટ બંધ, સેંકડો ઉડાન પ્રભાવિત

રશિયાના પરિવહન મંત્રાલયે આ કટોકટીની સ્થિતિને જોતા મોસ્કોના ચારેય મોટા અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શેરેમેતયો, ડોમોડેદોવો, વ્નુકોવો વગેરે પર તમામ પ્રકારની કોમર્શિયલ ફ્લાઇટ્સના સંચાલનને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું છે. એરપોર્ટ બંધ થવાના કારણે સેંકડો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે અને હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.

ટ્રમ્પ, મેક્રોન અને ઝેલેન્સ્કી વચ્ચેની 'સીક્રેટ કોલ' નું કનેક્શન

આ ચોંકાવનારો હુમલો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીના એ નિવેદનના ગણતરીના કલાકો બાદ જ થયો છે, જેમાં તેમણે જાહેરાત કરી હતી કે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એક "અત્યંત મહત્વપૂર્ણ કોઓર્ડિનેશન કોલ" પર ચર્ચા કરી છે, જેનાથી યુદ્ધની સ્થિતિમાં મોટો બદલાવ આવી શકે છે. ફ્રાન્સના વર્સાય પેલેસ ખાતે યોજાયેલી G7 સમીક્ષા દરમિયાન મેક્રોને પણ પત્રકારોને જણાવ્યું હતું કે, આ દિવસો યુક્રેન માટે ખૂબ મહત્વના છે અને અમે યુક્રેનને તેની રક્ષા કરવા તેમજ જવાબી હુમલો કરવાની ક્ષમતા વધારવા માટે તમામ મદદ ચાલુ રાખીશું.

આ પણ વાંચો : મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો વળાંક, અમેરિકા-ઈરાન શાંતિ કરારની વિગતો જાહેર

જ્યારે મોસ્કો સળગતું હતું, ત્યારે પુતિન ક્યાં હતા?

રસપ્રદ વાત એ છે કે જ્યારે યુક્રેની ડ્રોન મોસ્કો પર બોમ્બ વર્ષા કરી રહ્યા હતા, ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોસ્કોથી આશરે 700 કિલોમીટર દૂર કઝાન શહેરમાં હતા. પુતિન ત્યાં રશિયાના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સના નેતાઓની યજમાની કરી રહ્યા હતા. ક્રેમલિનના વિદેશ બાબતોના સલાહકાર યુરી ઉશાકોવના જણાવ્યા અનુસાર, આ બે દિવસીય બેઠકમાં બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, પૂર્વ તિમોર અને વિયેતનામ જેવા આસિયાન દેશો સાથે રશિયાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધારવા પર ચર્ચા થઈ રહી છે. પરંતુ મોસ્કો પર થયેલા આ હુમલાએ રશિયાની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MoscowAttack DroneStrike2026 RussiaUkraineWar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ