બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 PM, 19 June 2026
વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય શાંતિ માટે લેવાયેલો એક બહુ મોટો નિર્ણય માત્ર થોડા જ કલાકોમાં ધ્વસ્ત થઈ ગયો છે. તાજેતરમાં યોજાયેલી G-7 સમીટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો ઐતિહાસિક કરાર માત્ર 36 કલાકની અંદર જ તૂટી ગયો છે, જેને કારણે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના કાળા વાદળો મંડરાઈ રહ્યા છે. આ સમજૂતી પર હસ્તાક્ષર કરતી વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સ્વીકાર્યું હતું કે આ પ્રક્રિયા આસાન નથી, પરંતુ તેઓ કદાચ એ ભૂલી ગયા કે આ કરાર ઈરાન સાથે થઈ રહ્યો છે જેની સાથે પાર પાડવું ઘણું મુશ્કેલ છે. હવે ઈરાન આ આખી ડીલમાંથી પાછળ હટી ગયું છે અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' ને ફરીથી બંધ કરી દીધો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સમજૂતીના નિયમો અનુસાર, આ કરાર લાગુ થવાની પ્રથમ અને મુખ્ય શરત એ હતી કે તમામ મોરચે તાત્કાલિક લશ્કરી કાર્યવાહી અને હુમલાઓ રોકવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાની સાથે જ સ્વિટ્ઝરલેન્ડમાં બંને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા થવાની હતી. પરંતુ આ પ્રસ્તાવિત વાર્તાના બરાબર પહેલાં જ ઇઝરાયેલે દક્ષિણ લેબનાન પર ભીષણ હવાઈ હુમલા કર્યા, જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા. ઈરાને આ હુમલાને કરારની પહેલી જ શરતનું સરેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે. આ નારાજગીના કારણે ઈરાને તાત્કાલિક સ્વિટ્ઝરલેન્ડ વાર્તા માટેની પોતાની ટિકિટો કેન્સલ કરી દીધી અને હોર્મુઝ જળમાર્ગ પર બારૂદી બેરિયર લગાવી દીધા.

ADVERTISEMENT
ઈરાનની સૈન્ય પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે સાંજે સત્તાવાર જાહેરાત કરીને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે. IRGC એ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, હવે કોઈ પણ આંતરરાષ્ટ્રીય જહાજ હોર્મુઝ ક્રોસ કરવાની ભૂલ ન કરે, લેબનાન પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આ માર્ગ સંપૂર્ણ બંધ છે. બીજી તરફ, આ પગલાથી ગુસ્સે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યું છે કે, "ઈરાનને હવે અમેરિકા તરફથી કોઈ રકમ કે રાહત નહીં મળે. ઈરાન આર્થિક રીતે સંપૂર્ણ નાશ પામી ચૂક્યું છે." જો કે, ઈરાને વળતો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝ પરથી પોતાનું નિયંત્રણ ક્યારેય છોડશે નહીં અને ભવિષ્યના તમામ નિર્ણયો ઓમાન સલ્તનત સાથે મળીને જ લેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ શાંતિ સમજૂતી હેઠળ નક્કી કરાયું હતું કે શરૂઆતના 60 Days સુધી ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર કોઈ ટેક્સ કે ટોલ વસૂલશે નહીં. આ 60 Days ની અંદર ઈરાને ઓમાન સાથે મળીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા હેઠળ એક 'મેરીટાઇમ સર્વિસ ફી' (Maritime Service Fee) નું માળખું તૈયાર કરવાનું હતું. આ ફી જહાજોને સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને નેવિગેશન મેનેજમેન્ટ આપવાના બદલામાં લેવાની હતી, જેના માટે ઈરાને 'પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી'નું ગઠન પણ કર્યું છે.
પરંતુ ઈરાનનો આ ટેક્સ મોડલ સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું માનવું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ હોર્મુઝ એક ગ્લોબલ જળમાર્ગ છે જ્યાં ફ્રી પેસેજનો નિયમ લાગુ પડે છે. શિપિંગ ઇન્ડસ્ટ્રી સહિત અમેરિકાના ખાડી સહયોગી દેશો જેવા કે સાઉદી અરેબિયા (Saudi Arabia) અને યુએઈ આ ટેક્સનો સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે આનાથી દુનિયાના અન્ય જળમાર્ગો માટે પણ એક ખરાબ ઉદાહરણ સેટ થઈ જશે. જો કે, અમેરિકાએ ઈરાન સાથે મળીને ત્યાં 'VIP લેન' જેવી વ્યવસ્થા બનાવવાનો સંકેત આપ્યો હતો, જેથી આ માર્ગ ક્યારેય ચોકપોઈન્ટ ના બને.
ADVERTISEMENT
આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું
સમજૂતીના પ્રથમ દિવસે જ્યારે હોર્મુઝ ખુલ્યું ત્યારે ત્યાંથી 12.5 Million Barrel તેલ પસાર થયું હતું, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં ભારે ઘટાડો પણ નોંધાયો હતો. પરંતુ 18-19 June ની રાત્રિથી જ આ ડીલ તૂટવાના સંકેતો મળવા લાગ્યા હતા. હવે અમેરિકાએ પણ પોતાનો નેવલ બ્લોકેડ હટાવવાનો નિર્ણય મોકૂફ રાખવો પડી શકે છે. તેલ પુરવઠો ફરી ખોરવાઈ જવાની આશંકાથી આખી દુનિયા ફરી એકવાર આર્થિક મહામંદીના મુખમાં ધકેલાઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.