બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ભારત આ કામમાં ટ્રમ્પની મદદ કરે તો...' ટેરિફ વોર વચ્ચે US સેનેટરનું મોટું નિવેદન

વિશ્વ / 'ભારત આ કામમાં ટ્રમ્પની મદદ કરે તો...' ટેરિફ વોર વચ્ચે US સેનેટરનું મોટું નિવેદન

Priyankka Triveddi

Last Updated: 08:16 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું કે જો ભારત US સાથે તેના સંબંધો સુધારવા માંગતુ હોય તો તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને યુદ્ધ પૂરું કરવામાં મદદ કરવી જોઈએ.

Graham on India-US Relations:

અમેરિકાના સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામે ભારતને સલાહ આપતા કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂરું કરવામાં મદદ કરવી જોઈએ. અમેરિકાના સેનેટરનું આ નિવેદન PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શુકવારે 8 ઓગસ્ટ 2025 ના રોજ ટેલિફોનિક વાતચીત થઈ તેના અમુક કલાકો પછી આવ્યું હતું. ગ્રેહામે કહ્યું કે ભારતનું આ પગલું વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોને સુધારવા માટે મહત્ત્વપૂર્ણ હશે.

અમેરિકા સાથે સંબંધ સુધારવા માટે ભારત આ એક જરૂરી કામ કરે - ગ્રેહામ

અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે શુક્રવાર 8 ઓગસ્ટ 2025 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખીને કહ્યું કે,

" હું ભારતના મારા મિત્રોને કહેવા માંગુ છું કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ સુધારવા માટે જે સૌથી જરૂરી કામ તેઓ કરી શકે છે તે એ છે કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને પૂરું કરવામાં તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મદદ કરે. "

ભારત તેના પ્રભાવનો સાચો ઉપયોગ કરે - ગ્રેહામ

તેમણે વધુમાં કહ્યું કે,

" ભારત રશિયાથી સસ્તું ઓઇલ ખરીદનાર બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. જે પુતિનના વોર મશીનને વધારે વેગ આપે છે. મને આશા છે કે PM મોદીએ પુતિન સાથે હાલમાં ફોન પર કરેલી વાતમાં આ યુદ્ધને ન્યાયપૂર્ણ અને સન્માનજનક રીતે હંમેશા માટે પૂરું કરવા માટેની જરૂરત પર પણ ભાર આપ્યો હશે. મારુ હંમેશાથી માનવું છે કે આ મામલે ભારતનો રશિયા પર પ્રભાવ છે અને અને મને આશા છે કે ભારત આ પ્રભાવનો સમજદારી પૂર્વક ઉપયોગ કરશે."

વધુ વાંચો: બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે! ટ્રમ્પના ટેરિફથી દુનિયામાં આવશે 'આર્થિક સુનામી'

Vtv App Promotion

PMની પોસ્ટ પર પ્રતિક્રિયા

અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામનું આ નિવેદન PM મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર શેર કરેલી પોસ્ટ પર પ્રતિક્રિયાના રૂપે આવ્યું હતું. જે PM મોદીએ પુતિન સાથે વાત થયા બાદ X પર શેર કર્યું હતું. PM મોદીએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે " મે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ જરૂરી અને વિસ્તૃત વાત કરી. " શુક્રવાર 8 ઓગસ્ટ 2025 ના રોજ PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની ફોન પર થયેલી વાતચીતમાં પુતિને PM મોદીને યુક્રેન સંબંધિત તાજી ઘટનાઓ વિશે જાણકારી આપી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lindsey Graham India-US Relations Russia Ukraine War
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ