બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:21 PM, 31 August 2025
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં હાજરી આપી હતી. આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી, તેમજ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ સાથે પણ વિશિષ્ટ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુઇઝુ સાથેની મુલાકાતનો એક તસવીર શેર કરી હતી જેમાં બંને નેતાઓ હાથ મિલાવતા જોવા મળે છે.
ADVERTISEMENT
Interacted with President Muizzu of Maldives on the sidelines of the SCO Summit in Tianjin. India’s developmental cooperation with Maldives is greatly beneficial for our people.@MMuizzu pic.twitter.com/DyQJH77Snc
— Narendra Modi (@narendramodi) August 31, 2025
આ મુલાકાત અંગે પીએમ મોદીએ લખ્યું, “તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ સાથે મૈત્રીપૂર્ણ વાતચીત થઈ. ભારત અને માલદીવ વચ્ચેનો વિકાસલક્ષી સહયોગ આપણા બંને દેશોના નાગરિકો માટે લાભદાયી છે.” માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુના સત્તામાં આગમન પછી ભારત અને માલદીવના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. મુઇઝુએ પોતાની ચૂંટણી અભિયાન દરમ્યાન 'ઇન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો અને રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે માલદીવમાં હાજર ભારતીય સૈન્યને હટાવી દીધી હતી. તેમનો ઝુકાવ ચીન તરફ વધારે જોવા મળ્યો હતો અને તેમણે ચીનની મુલાકાત દરમિયાન 20થી વધુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ADVERTISEMENT

આ દરમિયાન, તેમના મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા ભારત વિરોધી નિવેદનોના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારે ખટાસ આવી હતી. જોકે, માલદીવના ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને ભારતીય પ્રવાસીઓના બહિષ્કારનો મોટો આર્થિક ફટકો પડ્યો. ભારત માલદીવના સૌથી મોટા પ્રવાસન બજારોમાંનું એક છે. આ નુકસાનના પગલે મુઇઝુ સરકારને ભારત સાથેના સંબંધોને ફરીથી સાધવા માટે પ્રેરણા મળી. મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી, બંને દેશો વચ્ચેના સંબંધો સુધારાની દિશામાં આગળ વધ્યા છે. રાષ્ટ્રપતિ મુઇઝુ મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા, જે કૂટનીતિક રીતે મહત્વપૂર્ણ સંકેત હતો. તાજેતરમાં પીએમ મોદી માલદીવની મુલાકાતે પણ ગયા હતા, જે પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કરાર થયા હતા અને બે દેશો વચ્ચે વિશ્વાસનો એક નવો પાયો તૈયાર થયો.
ADVERTISEMENT
વધુમાં વાંચો: ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, અમેરિકા માટે બંધ કરી આ સર્વિસ
હવે તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન થયેલી મુલાકાતે આ સંબંધોને વધુ મજબૂતી આપી છે. ભારત અને માલદીવ ફરીથી સહકારની નવી દિશામાં આગળ વધી રહ્યાં છે, જેમાં પરસ્પર અર્થતંત્ર, પ્રવાસન, સલામતી અને સંસ્કૃતિ ક્ષેત્રે સંયુક્ત પ્રયાસો થવા જઈ રહ્યા છે. આ પ્રકારના કૂટનીતિક સંપર્કો માત્ર દેશો વચ્ચેના સંબંધોને સુધારતા નથી, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં સ્થિરતા અને વિકાસ માટે પણ મહત્વપૂર્ણ ફાળો આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.