બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:30 PM, 31 August 2025
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના જવાબમાં ભારતે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંચાર મંત્રાલયની ઘોષણા મુજબ, ભારતીય પોસ્ટ દ્વારા હવે અમેરિકામાં જતા પત્રો, દસ્તાવેજો, ભેટ વસ્તુઓ સહિત તમામ પ્રકારની ટપાલ સેવાનો બુકિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય 30 જુલાઈ 2025ના રોજ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ બાદ લેવામાં આવ્યો છે, જેમાં $800 સુધીના આયાતી માલ પર આપાતી ટેરિફ મુક્તિ પાછી ખેંચી લેવામાં આવી હતી. નવા નિયમો 29 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે અને તેના પરિણામે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે.
ADVERTISEMENT

ભારતીય સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું કે, "અમેરિકા તરફ જતા ટપાલો માટે એરલાઇન્સની સતત અસમર્થતા, નવા નિયમો હેઠળ કડક નીતિઓ અને નિયમનકારી તંત્રના અભાવને લીધે આ પગલું આવશ્યક બન્યું છે." હવે $100ની કિંમત કરતા ઓછા પત્રો કે દસ્તાવેજો પણ મોકલી શકાશે નહીં. અગાઉ, 25 ઓગસ્ટથી $100 સુધીની વસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે તમામ શ્રેણીના પોસ્ટલ બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
ADVERTISEMENT

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય હેઠળ, 1 ઓગસ્ટથી ભારત પર પહેલા 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો. તેનાથી ભારતના આયાત પર લાગતી કસ્ટમ ડ્યૂટીમાં વધારો થયો. ત્યારબાદ, રશિયન તેલ અને શસ્ત્રોની ખરીદીને આડમાં લઇને, 27 ઓગસ્ટથી આ ટેરિફ વધારીને 50% કરવામાં આવ્યો. અમેરિકાએ ભારતને બ્રાઝિલ અને ચીન જેવી શ્રેણીમાં મૂકી દીધો છે, જ્યાં સૌથી વધારે આયાત શુલ્ક લાગૂ કરવામાં આવ્યાં છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે ટપાલ સેવાઓ ફરીથી શરૂ થાય એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ હાલના સમયમાં આ ટેરિફ યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: ખૂબ જ સસ્તામાં બૂક કરાવો ટ્રેનની ટિકિટ, રેલવે આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
આ પગલાંના અનુસંધાને, અનેક નાગરિકો અને નાની બિઝનેસ એન્ટિટીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને તેઓ માટે જેમના પરિવારજનો અમેરિકા સ્થિત છે અથવા જેમનો વેપાર અમેરિકા સાથે જોડાયેલો છે. ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર સંબંધ હાલમાં ગંભીર તણાવમાંથી પસાર થઇ રહ્યો છે. ટપાલ સેવાનો અવરોધ એક એવી ચેતવણી છે કે જેના દ્વારા ભારતે વિશ્વસમુદાયને સંકેત આપ્યો છે કે તે પોતાનું અર્થતંત્ર રક્ષવા માટે મોટાં પગલાં ઉઠાવશે. હવે જોવાનું રહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ પગલાનો કેવો પ્રતિસાદ આપે છે અને બંને દેશો વચ્ચેનો તણાવ ક્યારે અને કેવી રીતે ઓસરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.