બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખૂબ જ સસ્તામાં બૂક કરાવો ટ્રેનની ટિકિટ, રેલવે આપી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Last Updated: 06:18 PM, 31 August 2025
આગામી તહેવારી સીઝન દરમિયાન પ્રવાસ પર જવા ઈચ્છતા મુસાફરો માટે ભારતીય રેલવે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જો તમે આવન અને જાવન બંને ટિકિટ એકસાથે બુક કરો છો, તો તમને સીધી 20 ટકા સુધીની છૂટ મળશે. આ ઓફર નવી લોન્ચ કરાયેલા RailOne મોબાઇલ એપ તથા રેલવેના રિઝર્વેશન કાઉન્ટર બંને પર ઉપલબ્ધ છે.
ADVERTISEMENT

કઈ તારીખોમાં મળશે ડિસ્કાઉન્ટ?
ADVERTISEMENT
આ ડિસ્કાઉન્ટ માત્ર નિર્ધારિત દિવસો માટે લાગુ પડે છે. પ્રવાસ શરૂ કરવાની તારીખ 13 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર 2025 વચ્ચે હોવી જોઈએ, જ્યારે વાપસીની મુસાફરી 17નવેમ્બરથી1 ડિસેમ્બર 2025ની વચ્ચે કરવાની રહેશે. મહત્વની શરત એ છે કે આવન અને જાવન બંને ટિકિટ એકસાથે બુક કરવી ફરજિયાત છે.
RailOne એપ: તમારું સ્માર્ટ પ્રવાસ સાધન
ADVERTISEMENT
આ સ્કીમનો લાભ સરળતાથી લેવા માટે રેલવે દ્વારા ‘RailOne’ નામનું મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એપમાં પહેલા તમારે લોગિન કરવું પડશે, પછી ‘Avail Festive Package’ વિકલ્પ પસંદ કરી તમારું પ્રવાસ શરૂ કરવાની તારીખ અને સ્થળ પસંદ કરો. ટિકિટ બુક થયા પછી PNR નંબર મળશે. ત્યારબાદ ‘Book Return Ticket (20% Discount)’ વિકલ્પ પસંદ કરતા જ એપ આપમેળે સ્ટેશન, ટ્રેન ક્લાસ અને મુસાફર વિગતો ભરી દેશે. બસ, તમને ફક્ત વાપસી તારીખ પસંદ કરવી રહેશે અને ચુકવણી કરતાંજ તમારું ડિસ્કાઉન્ટ લાગુ થઇ જશે.
ઓફર સ્ટેશન કાઉન્ટર પર પણ ઉપલબ્ધ
ADVERTISEMENT
જ્યાં સુધી માત્ર એપ ઉપયોગ કરવાનું પ્રશ્ન છે, ત્યારે બધાને એપ ડાઉનલોડ કરવી ન ગમે. તેવી સ્થિતિમાં રેલવે કાઉન્ટર પર જઈને પણ તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. શરત એ જ રહેશે કે ટિકિટ એકસાથે બુક થવી જોઈએ અને નિર્ધારિત તારીખોની અંદર હોવી જોઈએ.

ADVERTISEMENT
શરતો અને નિયમોનું ધ્યાન રાખો
ADVERTISEMENT
વધુમાં વાંચો: બ્લેક મની રાખવા પર ન કોઈ સજા ન કોઈ દંડ! કેન્દ્ર સરકારે બદલ્યો કાયદો
અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ
RailOne એપથી ટિકિટ બુકિંગ સિવાય ટ્રેનની લાઈવ લોકેશન, ભોજન ઓર્ડર કરવાની સુવિધા અને ટૅક્સી બુકિંગ જેવી અનેક સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેથી જો તમે તહેવારોમાં ઘર જવાનો કે પ્રવાસનો પ્લાન બનાવી રહ્યા છો, તો રેલવેની આ ખાસ ઓફરનો લાભ જરૂરથી લો અને તમારી મુસાફરીને વધુ અર્થસભર અને બજેટ-ફ્રેન્ડલી બનાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.