ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:16 PM, 31 August 2025
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે બ્લેક મની એક્ટ 2015 માં મોટો ફેરફાર કરી નાનાં કરદાતાઓને મોટી રાહત આપી છે. 1 ઓક્ટોબર 2024 થી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જો કોઈ ભારતીય નાગરિક પાસે વિદેશમાં બેંક એકાઉન્ટ, શેર, બોન્ડ કે અન્ય ચલ સંપત્તિ હોય અને તેની કુલ કિંમત 20 લાખ રૂપિયા કરતાં ઓછી હોય, તો એવી સંપત્તિ જાહેર ન કરવાની ભૂલ માટે હવે ન તો દંડ લાગશે અને ન તો કાયદાકીય કાર્યવાહી થશે. આ રાહત માત્ર ચલ સંપત્તિઓ માટે લાગુ પડશે જેમ કે બેંક ખાતાં, શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે. જો કોઈએ વિદેશમાં જમીન કે ઘર ખરીદ્યું હોય, તો તે અચલ સંપત્તિ ગણાશે અને નવા નિયમ હેઠળ રાહત માટે પાત્ર નહીં ગણાય.
ADVERTISEMENT

આ નિર્ણય 18 ઓગસ્ટ 2025 ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) દ્વારા જાહેર કરાયેલ આંતરિક પરિપત્રના આધારે લેવામાં આવ્યો છે. નવા માર્ગદર્શનમાં જણાવાયું છે કે, જો વ્યક્તિએ Section 42 અથવા 43 હેઠળ દંડ ચૂકવવાનો હકદાર ન બને કે ચૂકવ્યો ન હોય, તો Section 49 અને 50 હેઠળ કાયદાકીય કાર્યવાહી નહીં થાય જો વિદેશી ચલ સંપત્તિની કિંમત 20 લાખ રૂપિયા કરતાં ઓછી હોય. પહેલાની વ્યવસ્થામાં, જો વ્યક્તિએ વિદેશમાં એક નાનું બેંક ખાતું પણ ન નોંધાવ્યું હોય ભલે તેમાં 5 લાખથી પણ ઓછી રકમ હોય તો પણ ભારે દંડ અને કોર્ટકચેરીનો સામનો કરવો પડતો. હવે આવા નાનાં કિસ્સાઓ માટે સરકારने સરળ વલણ અપનાવ્યું છે.
ADVERTISEMENT
કેવી રીતે લાગુ પડશે નવો નિયમ?
ADVERTISEMENT

શા માટે કરાયો ફેરફાર?
ADVERTISEMENT
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે IT વિભાગ હવે નાનાં મુદ્દાઓમાં સમય બગાડવા માંગતું નથી. ઘણાં લોકોને ખાતરી ન હોય કે કઈ માહિતી જાહેર કરવી, અને કેટલીકવાર ભૂલથી માહિતી આપવામાં છૂટી જાય છે. હવે વિભાગ મોટાં અને ઇરાદાપૂર્વક કાળા ધનની છુપાવટ કરતા કેસ પર ધ્યાન આપશે.
વધુમાં વાંચો: 'રામાયણ' ફેમ રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું અવસાન, આઘાતમાં 'રામ-લક્ષ્મણ'
ADVERTISEMENT
કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય ટેક્સ પદ્ધતિને વધુ વાજબી બનાવશે અને લોકોને પોતાનું વિદેશી સંપત્તિ જાહેર કરવાનું ઉત્ત્સાહિત કરશે. સાથે જ IT વિભાગે પણ પોતાના સંસાધનોનું વધુ સારું વિતરણ કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ