બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 AM, 29 August 2025
ટોક્યો–વોશિંગ્ટન વચ્ચે ચાલતી વ્યાપારિક વાતચીતમાં અચાનક વિક્ષેપ સર્જાયો છે. જાપાનના મુખ્ય ટ્રેડ વાટાઘાટકર્તા ર્યોસેઈ અકાઝાવાએ ગુરુવારે પોતાનો અમેરિકાનો નિર્ધારિત પ્રવાસ રદ કરી દીધો. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે 550 અબજ ડોલરનો વિશાળ રોકાણ પેકેજ અંતિમ રૂપ લઈ શકશે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતના વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાતે જવાના છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકા અને જાપાન વચ્ચે એવી પ્રાથમિક સમજણ થઈ હતી કે અમેરિકા, ટોક્યોમાંથી આવતા કેટલાક આયાતો પરના ટેરિફ 25% થી ઘટાડી 15% કરશે. તેના બદલામાં જાપાન અમેરિકા માં ભારે રોકાણ કરશે. પરંતુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે આ રોકાણ અમારા પૈસાનું છે અને તેના 90 ટકા ફાયદાનો હિસ્સો અમેરિકા જ રાખશે. જાપાનીઝ અધિકારીઓએ આ દાવાને નકારી દીધો અને સ્પષ્ટ કર્યું કે આ રોકાણ પરસ્પર લાભ પર આધારિત હોવું જોઈએ.

ADVERTISEMENT
જાપાન સરકારના પ્રવક્તા યોશિમાસા હયાશીએ જણાવ્યું કે હજુ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા બાકી છે, જેના કારણે આ પ્રવાસ રદ કરવાનો આવ્યો છે. ખાસ કરીને જાપાન તરફથી અમેરિકાને અપીલ કરવામાં આવી છે કે ઓટો પાર્ટ્સ અને અન્ય પ્રોડક્ટ્સ પર લાગતા ડબલ ટેક્સેશન અને વધારાના ટેરિફ દૂર કરવામાં આવે. જાપાની અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ત્યાં સુધી કોઈ સંયુક્ત રોકાણ કરાર જાહેર નહીં કરે, જ્યાં સુધી અમેરિકન રાષ્ટ્રપતિનો આદેશ બદલાઈને વધારાના શુલ્ક દૂર ન થાય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેંગકોંકની યુવતી પાસેથી ઝડપાયો 4,00,00,000નો હાઈબ્રિડ ગાંજો, એ પણ ગુજરાતના જાણીતા એરપોર્ટ પરથી
આ રદબાતલ માત્ર વેપારી મુદ્દો નથી, પરંતુ કૂટનીતિક સ્તરે પણ મહત્વ ધરાવે છે. ખાસ કરીને એવા સમયે, જ્યારે ભારત–જાપાન વચ્ચે આર્થિક સહયોગ મજબૂત કરવાની ચર્ચાઓ થઈ રહી છે. આ વિકાસ પછી હવે સૌની નજર મોદીની જાપાન યાત્રા અને તે દરમિયાન થનારી જાહેરાતો પર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.