બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બેંગકોંકની યુવતી પાસેથી ઝડપાયો 4,00,00,000નો હાઈબ્રિડ ગાંજો, એ પણ ગુજરાતના જાણીતા એરપોર્ટ પરથી
Last Updated: 02:33 PM, 28 August 2025
અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મહત્વપૂર્ણ ડ્રગ્સ પકડવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ બેગકોકથી આવેલા વિમાનમાં એક યુવતી પાસે થી આશરે 4 કરોડ રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આરોપી યુવતી વિમાન દ્વારા બેગકોકથી અમદાવાદ આવી હતી. કસ્ટમ વિભાગે શંકાસ્પદ નજરે ચઢેલા ટ્રોલી બેગની તપાસ કરતા અંદરથી વિશિષ્ટ પેકિંગમાં હાઈબ્રિડ ગાંજો છુપાવવામાં આવ્યો હતો. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે હાઈબ્રિડ ગાંજો બહુજ ઉચ્ચ ગુણવત્તાવાળો નશીલો પદાર્થ છે. જેની માંગ યુવાનોને પ્રમાણમાં વધી છે.

ADVERTISEMENT
આ સમગ્ર ઓપરેશન દરમિયાન કસ્ટમ વિભાગે યુવતીની પૂછપરછ શરૂ કરી છે અને ડ્રગ્સ લાવવાનો મૂળ સ્ત્રોત, આવક-જાવકનો રૂટ અને અન્ય સંડોવાયેલા શખ્સોની માહિતી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. યુવતીના મોબાઇલ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસની પણ ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ટ્રેલરમાંથી કન્ટેનર સ્કૂટર પર પડતાં 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
ADVERTISEMENT
હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગાંજો કોને આપવાનો હતો. કેટલી વખત યુવતી આ પ્રકારની તસ્કરી કરી ચૂકી છે.આ મામલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને (NCB) પણ તપાસમાં જોડાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.