બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ટ્રેલરમાંથી કન્ટેનર સ્કૂટર પર પડતાં 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

મોટા સમાચાર / ટ્રેલરમાંથી કન્ટેનર સ્કૂટર પર પડતાં 3 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

Priykant Shrimali

Last Updated: 02:27 PM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch Accident :સ્થાનિક ચર્ચાઓ મુજબ કન્ટેનર ટ્રેલરમાં યોગ્ય રીતે લોક ન કરવામાં આવતાં તે રસ્તે દોડતી વખતે ટ્રેલર પરથી છૂટી પડ્યું અને 3 લોકો માટે કાળ બન્યું

Kutch Accident : કચ્છ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પરથી એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આજે સવારે એક ટ્રેલર ફૂલ સ્પીડમાં જઈ રહ્યું હતું ત્યારે તેમાંથી અચાનક એક કન્ટેનર છૂટુ પડી ગયું હતું. જે બાદમાં આ કન્ટેનર સામે જઈ રહેલા સ્કૂટર પર પડતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્કૂટર પર સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં છે.

કચ્છ જિલ્લાના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ કન્ટેનર ટ્રેલરમાં યોગ્ય રીતે લોક ન કરવામાં આવતાં તે રસ્તે દોડતી વખતે ટ્રેલર પરથી છૂટી પડ્યું હતું. કન્ટેનર સીધું સામેથી આવતાં સ્કૂટર પર પડ્યું અને તે કારણે સ્કૂટર ચાલક સહિત તમામ ત્રણ વ્યક્તિઓનું ત્વરિત મોત થયું હતું. લોકોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે કરૂણ દૃશ્યો સર્જાયા હતા અને આસપાસના લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો : CCTV: વધુ એક વિદ્યાર્થી ભાન ભૂલ્યો! નજીવી બાબતે પ્રિન્સિપાલને લાફો ઠોકી દીધો, વિદ્યાર્થીઓમાં રોષ

આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેલર ડ્રાઈવર સામે કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mundra-Khedoi highway container accident Mundra-Khedoi highway, Kutch Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ