બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / CCTV: વધુ એક વિદ્યાર્થી ભાન ભૂલ્યો! નજીવી બાબતે પ્રિન્સિપાલને લાફો ઠોકી દીધો, વિદ્યાર્થીઓમાં રોષ
Last Updated: 01:55 PM, 26 August 2025
કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બુધવારના દિવસે અનોખી ઘટના સર્જાઈ હતી, જ્યારે એક વિદ્યાર્થીએ બેંસ ઉપર બેસવાની બાબતે પ્રિન્સીપાલ સાથે વિવાદ થયો જે બાદ પ્રિન્સિપાલને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જેને લઈ કૉલેજ કેમ્પસમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર ગુસ્સે ભરાયો હતો
વિદ્યાર્થીની ઓળખ ચાવડા રાજવીરસિંહ તરીકે થઇ છે. જે તોલાણી કોલેજનો જ વિદ્યાર્થી છે. મળતી માહિતી મુજબ બેંચ પર બેસવા બાબતે વિવાદને લઈને વિદ્યાર્થી રાજવીરસિંહ પ્રિન્સીપાલ સામે ગુસ્સે ભરાયો હતો અને તેણે તમામ હદો ઓળંગી દીધી હતી. અને પ્રિન્સીપાલને થપ્પડ મારી દીધો હતો. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાની શિસ્ત અને સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
ઘટનાને લઈ અન્ય વિદ્યાર્થીઓ રોષે ભરાયા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાંજ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ રોષે ભરાઈ ગયા અને સંસ્થાની શાંતિ અને સન્માન જાળવવા રેલી કાઢી આદિપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા. તેઓએ હુમલાખોર વિરુદ્ધ કડક પગલાં ભરવાની માગ ઉઠાવી.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર, પરંતુ કરવું પડશે આ શરતોનું પાલન
ADVERTISEMENT
કોલેજના પ્રિન્સીપાલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી
હાલમાં કોલેજના પ્રિન્સીપાલ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી ચાલુ છે. વિદ્યાર્થી દ્વારા પ્રિન્સીપાલ પર હાથ ઉપાડવાની ઘટનાએ સમગ્ર સમાજમાં શિક્ષકોની સલામતી અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.