બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર, પરંતુ કરવું પડશે આ શરતોનું પાલન

BZ કૌભાંડ કેસ / ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર, પરંતુ કરવું પડશે આ શરતોનું પાલન

Priykant Shrimali

Last Updated: 12:11 PM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BZ Scam Bhupendrasinh Zala Bail : BZ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા, ભૂપેન્દ્રસિંહ રોકાણકારોની રકમ હપ્તા પદ્ધતિથી GPID કોર્ટમાં જમા કરાવશે

BZ Scam Bhupendrasinh Zala Bail : ગુજરાતમાં બહુચર્ચિત BZ કૌભાંડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં BZ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ રોકાણકારોની રકમ હપ્તા પદ્ધતિથી GPID કોર્ટમાં જમા કરાવશે. આ સાથે તમામ રકમ એક વર્ષની અંદર ભરવાની રહેશે. જો ભવિષ્યમાં શરતોના ઉલ્લંઘન થાય તો જામીન રદ કરી શકાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ ચુકાદામાં કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના આ આદેશ બાદ રોકાણકારોમાં થોડી આશા જોવા મળી રહી છે. આરોપી ભૂપેન્દ્રસિંહે દર મહિને ચોક્કસ રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે. પોલીસે આ મામલે અત્યારસુધીમાં અનેક લોકોની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાની ગેરકાયદે ઉઘરાણીના પુરાવાઓ મળ્યા છે.

કોર્ટ સમક્ષ 5 કરોડ રૂપિયા જમા કરાવ્યા ?

વિગતો મુજબ હાઇકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્ટને અપાયેલા બાહેંધરી મુજબ કોર્ટ સમક્ષ 5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા ભુપેન્દ્ર ઝાલા પહેલા મહિને 01 કરોડ, બીજા મહિને 02 કરોડ, ત્રીજા મહિને 03 કરોડ અને બાકીની રકમ 09 સરખા હપ્તામાં જમા કરાવશે. આમ રોકાણકારોની તમામ રકમ 01 વર્ષમાં GPID કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત HCના જજ સંદીપ ભટ્ટની બદલી, કારણ ચોંકાવનારું, જાણો સમગ્ર વિવાદ

હવે જાણો શું છે આ BZ કૌભાંડ?

BZ કૌભાંડ ગુજરાત રાજ્યમાં થયેલ મોટાં નાણાકીય ફ્રોડમાંનું એક છે. આ કૌભાંડમાં નિમિત્તમાત્ર ઉંચા નફાનું વચન આપી હજારો લોકોથી કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. કંપનીએ રોકાણકારોને લાલચ આપીને જણાવ્યું કે, તેઓને દર મહિને 3%થી વધુ વ્યાજ મળશે અને મિનિમમ 2 વર્ષમાં મૂડી બમણી થઈ જશે. આ કેસમાં અનેક વિભિન્ન શહેરોમાં પોલીસ ફરિયાદો નોંધાઈ છે અને આરોપીઓ પર IPC હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત, અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. કૌભાંડમાં ઘણા સામાન્ય નાગરિકો તેમનાં જીવીકાના અંતિમ સાધનો પણ ગુમાવી ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BZ scam case Bhupendrasinh Zala bail Gujarat High Court
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ