બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાત HCના જજ સંદીપ ભટ્ટની બદલી, કારણ ચોંકાવનારું, જાણો સમગ્ર વિવાદ

નિર્ણય / ગુજરાત HCના જજ સંદીપ ભટ્ટની બદલી, કારણ ચોંકાવનારું, જાણો સમગ્ર વિવાદ

Priykant Shrimali

Last Updated: 08:53 AM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Judge Sandeep Bhatt Transfer : ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા CCTV કેમેરા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક, સુપ્રીમ કોર્ટ દ્વારા સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ તરીકે બદલી

Judge Sandeep Bhatt Transfer : ગુજરાત હાઈકોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટમાં અગાઉ કથિત રીતે વિવાદમાં રહેલા જજ સંદીપ ભટ્ટની બદલી કરવામાં આવી છે. વાસ્તવમાં તેઓ અગાઉ ગુજરાત હાઇકોર્ટના તમામ ખૂણે CCTV લગાવવાના આદેશને લઈ વિવાદમાં આવ્યા હતા. જજ સંદીપ ભટ્ટનો CCTV લગાવવાનો આશય સારો હતો પણ બાદમાં આ નિર્ણયને લઈ વિવાદ થયો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સી.માનવેન્દ્રનાથ રોયની આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલી

ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા CCTV કેમેરા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જસ્ટિસ સંદીપ ભટ્ટને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. આ સાથે અન્ય એક જજ સી. માનવેન્દ્રનાથ રોયને પણ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.

હવે જાણો શું હતો આ CCTV કેમેરા વિવાદ ?

જસ્ટિસ સંદીપ ભટ્ટે 2023માં ગુજરાત હાઈકોર્ટના દરેક ખૂણે કોરિડોરમાં તથા અગત્યના વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો હુકમ આપ્યો હતો. આ હુકમનો ઉદ્દેશ હાઈકોર્ટના વ્યવસ્થાપન અને પારદર્શકતા વધારવાનો હતો પરંતુ હાઈકોર્ટની પોતાની IT રજિસ્ટ્રી દ્વારા આ હુકમને વિવાદાસ્પદ ગણાવવામાં આવ્યો હતો.

IT રજિસ્ટ્રીની અપીલ અને હાઈકોર્ટની ખંડપીઠનો ચુકાદો

હાઈકોર્ટના જ IT રજિસ્ટ્રારે જસ્ટિસ ભટ્ટના આદેશને હાઈકોર્ટની ડિવિઝન બેંચ (ડબલ જજની પીઠ) સમક્ષ પડકાર્યો હતો. આ પીઠે રજિસ્ટ્રીની દલીલો માન્ય રાખી અને જસ્ટિસ સંદીપ ભટ્ટના હુકમને રદ કરીને તેને અમલમાં લાવવાનું અટકાવ્યું હતું. આ ઉપરાંત સિંગલ જજ દ્વારા આપવામાં આવેલ દરેક અવલોકન પણ રદ કરવામાં આવ્યા. ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, હાઈકોર્ટના અંતર્ગત કામગીરી સંબંધી નિર્ણયો માટે યોગ્ય મર્યાદાઓ અને પ્રક્રિયાઓનું પાલન જરૂરી છે. એકતરફી રીતે આવા નિર્ણય લેવામાં આવે તો તે હાઈકોર્ટના આંતરિક કાર્યોમાં અવરોધ ઊભો કરી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ સતર્ક રહેજો, તંત્ર દ્વારા આ ખાસ વિસ્તારો માટે ચેતવણી જાહેર

આ તરફ સમગ્ર વિવાદના પગલે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલીનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એ સંકેત આપે છે કે, દેશના ન્યાય તંત્રમાં આંતરિક સંકલન અને વ્યવસ્થાની જાળવણી માટે નિયત પ્રોટોકોલ અને વ્યવહાર અપનાવવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમ ગુજરાત હાઈકોર્ટની અંદર પારદર્શકતા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગેની તત્પરતા દર્શાવે છે, પરંતુ સાથે સાથે એ પણ સૂચવે છે કે, ન્યાયપાલિકા અંદરના નિર્ણયો સ્વાયત્ત હોવા છતાં નિયમો અને મર્યાદાઓમાં રહેવા જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat High Court, Gujarat High Court CCTV camera controversy Judge Sandeep Bhatt transfer
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ