બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ સતર્ક રહેજો, તંત્ર દ્વારા આ ખાસ વિસ્તારો માટે ચેતવણી જાહેર
Last Updated: 08:08 AM, 26 August 2025
અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સાબરમતી નદીમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ વાસણા બેરેજના તમામ 25 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આશરે 64,831 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.
ADVERTISEMENT

સંત સરોવરમાંથી 96 હજાર 243 ક્યુસેક પાણી નદીમાં છોડાયું
ADVERTISEMENT
દરમિયાન, ગાંધીનગરના સંત સરોવરમાંથી 96,243 ક્યુસેક પાણીનો નિકાસ કરવામાં આવ્યો છે, જેના કારણે નદીમાં પ્રવાહ અત્યંત ઉગ્ર બન્યો છે. બીજી બાજુ, મહેસાણાના ધરોઈ ડેમમાંથી પણ 52,300 થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
નદીકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર
જળસ્તર વધવાથી સાબરમતી નદીકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા નદીનાં આસપાસના વિસ્તારોમાં રહેણાંક લોકોને સતર્ક રહેવા અને જરૂરીતા મુજબ સુરક્ષિત સ્થળે ખસેડાવાની તાકીદ આપવામાં આવી છે.
ADVERTISEMENT

સુભાષ બ્રિજ પર વ્હાઈટ સિગ્નલ આપવામાં આવ્યું
ADVERTISEMENT
સુભાષ બ્રિજ પર વ્હાઈટ સિગ્નલ આપવામાં આપવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે નદીમાં પાણીનું સ્તર ખતરાના નિશાનાને પાર કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોના સલામત સ્થળે રહેવા અને નદીકાંઠે જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આજે પીએમ મોદી હંસલપુર ખાતે સુઝીકીનાં પ્લાન્ટની લેશે મુલાકાત, UGVCL વીજ વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે
ADVERTISEMENT
NDRFની ટીમ સ્ટેન્ડ બાય
વહીવટીતંત્ર, NDRF અને સ્થાનિક પોલીસ તકેદારી સાથે સ્થિતિની દેખરેખ રાખી રહી છે. અને જરૂરી કાર્યવાહી માટે તંત્ર સજ્જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.