બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે પીએમ મોદી હંસલપુર ખાતે સુઝીકીનાં પ્લાન્ટની લેશે મુલાકાત, UGVCL વીજ વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે
Last Updated: 12:29 AM, 26 August 2025
PM Modi Gujarat Visit : 26 ઓગસ્ટે વડાપ્રધાન હંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ હાઈબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ભારતમાં બનેલા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોના (BEVs) નવનિર્મિત વિશાળ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લાન્ટમાં નિર્મિત ગાડીઓ વિશ્વનાં 100 દેશોમાં નિકાસ પામશે.
ADVERTISEMENT
1000 કરોડનાં UGVCL નો પ્રોજેક્ટ ખુલ્લો મુકશે
વડાપ્રધાન અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળ 1000 કરોડના વીજળી વિતરણ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ નેટવર્કને આધુનિક બનાવશે અને પાવર આઉટેજ ઘટાડવામાં ખુબ જ મદદરૂપ થશે.
ADVERTISEMENT
બે દિવસીય ગુજરાતની મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. જેમાં આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ વિશાળ રોડ શો કર્યા બાદ રેલી પણ કરી હતી. અહીં તેમણે ખોડલધામ ખાતે 5,400 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.
ADVERTISEMENT
1400 કરોડનાં પ્રોજેક્ટ સમર્પિત
વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં 65 કિલોમીટર લાંબી મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ અને 37 કિલોમીટર લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન તેમજ 40 કિલોમીટર લાંબી બેચરાજી-રાણુજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન શામેલ છે.
ADVERTISEMENT
PM Modi Gujarat Visit 26 ઓગસ્ટે વડાપ્રધાન હંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ હાઈબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત ભારતમાં બનેલા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોના (BEVs) નવનિર્મિત વિશાળ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લાન્ટમાં નિર્મિત ગાડીઓ વિશ્વનાં 100 દેશોમાં નિકાસ પામશે.
વડાપ્રધાન અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરશે
ADVERTISEMENT
વડાપ્રધાન અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળ 1000 કરોડના વીજળી વિતરણ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ નેટવર્કને આધુનિક બનાવશે અને પાવર આઉટેજ ઘટાડવામાં ખુબ જ મદદરૂપ થશે.
બે દિવસના ગુજરાત પ્રવાસે
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. જેમાં આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ વિશાળ રોડ શો કર્યા બાદ રેલી પણ કરી હતી. અહીં તેમણે ખોડલધામ ખાતે 5,400 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.
1400 કરોડના રેલ પ્રોજેક્ટ સમર્પિત
વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન 1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટ્સમાં 65 કિલોમીટર લાંબી મહેસાણા-પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ અને 37 કિલોમીટર લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇન તેમજ 40 કિલોમીટર લાંબી બેચરાજી-રાણુજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.