બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:50 PM, 26 June 2025
કોરોના વાયરસ બાદ હવે ચીનમાં વધુ નવા 20 વાયરસ જોવા મળ્યા છે. આ વાયરસ ચીનના યુન્નાન પ્રાંતમાં ચામાચીડિયાની અંદર જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે આમાંથી બે વાયરસ નિપાહ વાયરસ અને હેંડ્રા વાયરસથી મળતો આવે છે. નિપાહ અને હેંડ્રા, બંને જ વ્યક્તિઓ માટે ખૂબ ભયાનક હોય છે, કેમ કે આમાંથી દર્દીઓને મગજમાં સોજો થઈ જાય છે અને રેસ્પિરેટરી ફેલિયર થવાનું રિસ્ક પણ રહે છે. એક સ્ટડીએ તમામના મનમાં પ્રશ્ન પેદા કરી દીધો છે કે શું આ નવા વાયરસથી માણસને જોખમ છે?
ADVERTISEMENT

સ્ટડીમાં શું ખુલાસો થયો?
ADVERTISEMENT
2017 થી 2021 વચ્ચે રિસર્ચર્સે યુન્નાન પ્રાંતની પાંચ અલગ-અલગ જગ્યાઓ પરથી 142 ચામાચીડિયાના કિડની ટીશુંના સેમ્પલ લીધા. જીનોમ સીવ્કેસિંગ પછી ખબર પડી કે આમાં 22 અલગ વાયરસ હાજર હતા, જેમાંથી 20 બિલકુલ નવા હતા. આમાંથી બે હેનીપાવાયરસ-યુન્નાન બેટ હેનીપાવાયરસ-1 અને 2 એ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે, કેમ કે આ નિપા અને હેંડ્રા વાયરસથી 71% સુધી મળતા આવે છે.

ADVERTISEMENT
નિપાહ અને હેંડ્રા વાયરસ કેટલા ખતરનાક છે?
નિપાહ વાયરસનો પહેલો 1998-99 માં મલેશિયામાં થયો હતો, જ્યાં આને 100 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ વાયરસથી મોતની સંભાવના 75% સુધી પહોંચી જાય છે. હેંડ્રા વાયરસ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને આ ઘોડાના માધ્યમે માણસમાં ફેલાઈ શકે છે. બંને જ વાયરસ જુનોટિક છે અને ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓ પેદા કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Video: કોણ છે આ નરાધમ? જેને બાળકને જોરથી ઉઠાવીને પટક્યું, વીડિયો ધ્રૂજાવી દે તેવો
શું આ નવા વાયરસ મનુષ્યો માટે ખતરનાક છે?
ADVERTISEMENT
જોકે, આ વાયરસમાં કોઈ પણ સંક્રમણનો મામલો સામે નથી આવ્યો, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બેદરકાર રહેવું જોઈએ. વૈજ્ઞાનિકોએ હજુ પણ શોધવાનું બાકી છે કે આ વાયરસ મનુષ્યોને ચેપ લગાવી શકે છે કે નહીં. જો આ વાયરસ પરિવર્તિત થાય છે અને મનુષ્યોમાં ફેલાવાની ક્ષમતા મેળવે છે, તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.