બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Video: કોણ છે આ નરાધમ? જેને બાળકને જોરથી ઉઠાવીને પટક્યું, વીડિયો ધ્રૂજાવી દે તેવો

Shocking / Video: કોણ છે આ નરાધમ? જેને બાળકને જોરથી ઉઠાવીને પટક્યું, વીડિયો ધ્રૂજાવી દે તેવો

Nidhi Panchal

Last Updated: 08:53 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધથી બચવા રશિયામાં શરણ લેનાર માતા માટે એક દુઃખદ કિસ્સો સર્જાયો. મોસ્કો એરપોર્ટ પર 18 મહિનાના બાળક પર અમાનવીય હુમલો થયો, જે હવે જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે.

એક નિર્દોષ બાળક, એક માતાની ભયભીત યાત્રા અને એરપોર્ટ પર ઘટેલી દુઃખદ ઘટના... એક એવી પળ, જેનાથી સંવેદનશીલ હૃદય કંપી ઉઠે. રશિયાના મોસ્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો હૃદયને હલાવી નાખે તેવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો પુરુષ એક નાનકડા બાળક પર ક્રૂર હિંસા કરે છે. 18 મહિનાનું એ બાળક ઈરાનથી આવેલું છે અને તેના પરિવાર સાથે યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિથી બચવા માટે રશિયામાં આશરો લેવા આવ્યું હતું.

mexico-3

શું છે વીડિયોમાં ?

વિડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપી વ્યક્તિ એરપોર્ટ પર બાળક પાસે પહોંચે છે, એના ચારેબાજુ જોઇએ રહ્યો છે અને પછી બાળકને અચાનક પકડીને તેની સાથે અમાનવીય વર્તન કરે છે. તે બાળકને ઊંચું ઉછાળી કોંક્રિટના ફ્લોર પર ફેંકી દે છે. આ હુમલાથી બાળકના માથામાં ગંભીર ઇજાઓ થઈ છે, જેમાં ફ્રેક્ચર અને કરોડરજ્જુની ઇજાઓ વધારે થઇ છે. હાલમાં બાળક કોમામાં છે અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે.

બાળકની માતા ગર્ભવતી છે

આ બાળકીની માતા, જે ગર્ભવતી છે, તેને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી બચવા માટે રશિયામાં શરણ લઇ હતી. ઘટનાની ક્ષણે બાળક તેની માતા સાથે ન હતો, કારણ કે માતા એરપોર્ટ પર તેની પુશ-ચેર લેવા ગઈ હતી. આ હિંસક ઘટનાનું કથિત આરોપી વ્લાદિમીર વિટકોવ (ઉંમર 31 વર્ષ) બેલારુસનો રહેવાસી છે. ઘટનાની તરતબાદ પોલીસે તેને ધરપકડ કરી હતી. વિડીયોમાં પણ જોવા મળે છે કે રશિયન સુરક્ષા કર્મચારીઓ આરોપીને એરપોર્ટમાંથી બહાર લઈ જાય છે.

app promo5

આ પણ વાંચો : Video: પાર્ટીમાં જોરદાર જશ્ન ચાલી રહ્યો હતો, અને શરૂ થયું અંધાધૂંધ ફાયરિંગ, 12ના દર્દનાક મોત

અહેવાલો મુજબ તપાસ દરમિયાન તેની લોહીમાં ગાંજાનું પ્રમાણ મળી આવ્યું હતું અને તેનામાં અન્ય નશીલા પદાર્થો પણ હાજર હતા. પોલીસ હજુ સુધી હુમલા પાછળના ચોક્કસ હેતુને લઈને કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમની પ્રાથમિક માન્યતા છે કે આ ઘટનામાં નશાની મોટી ભૂમિકા રહી હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video child attack moscow airport
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ