બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Video: પાર્ટીમાં જોરદાર જશ્ન ચાલી રહ્યો હતો, અને શરૂ થયું અંધાધૂંધ ફાયરિંગ, 12ના દર્દનાક મોત

Mexico Mass shooting / Video: પાર્ટીમાં જોરદાર જશ્ન ચાલી રહ્યો હતો, અને શરૂ થયું અંધાધૂંધ ફાયરિંગ, 12ના દર્દનાક મોત

Nidhi Panchal

Last Updated: 08:08 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં હસવાનું હતું ત્યાં અચાનક હાહાકાર મચી ગયો. મેક્સિકોમાં ઉજવણી દરમ્યાન થયેલા ગોળીબારમાં 12 નિર્દોષે જીવ ગુમાવ્યો સાથે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એક રાત જેને લોકો સંગીત, નૃત્ય અને આનંદ સાથે યાદગાર બનાવવા માગતા હતા, તે રાતે ગોળીબારના ધડાકાઓથી ગુંજી ઉઠી. ઉજવણીના રંગભર્યા માહોલને પળોમાં લાલચટ્ટ રક્તરંગે રંગાઈ દીધો. ખૂશીની ઘડીઓ અચાનક ચીસો અને ભયમાં બદલાઈ ગઈ. તાજેતરમાં મેક્સિકોમાં ઉજવણીની એક મોટી ઘટના ઘટી છે.

mexico

ક્યાંની છે દુર્ઘટના ?

આ દુર્ઘટના ગુઆનાજપુઆટો રાજ્યના ઇરાપુઆટો શહેરમાં બની હતી, જ્યાં સ્થાનિક લોકો "સેન્ટ જોન બાપ્ટિસ્ટ"ના પર્વના ભાગરૂપે સંગીત, નૃત્ય અને મસ્તી કરી રહ્યા હતા. પણ અચાનક આવેલા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. સામેલ લોકો ગભરાઈને દોડ્યા, જેના દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલામાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે, જેમાં એક સગીર બાળક પણ શામેલ છે. ઉપરાંત લગભગ 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટના અંગે તપાસ

આ દુર્ઘટનાની મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે નિંદા કરી છે અને જણાવ્યું છે કે ઘટના અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે. ખાસ તો આ હુમલો એવી વખતે થયો છે, જ્યારે થોડા સમય પહેલાં જ ગુઆનાજપુઆટોના સાન બાર્ટોલો ડી બેરિયોસમાં કેથોલિક ચર્ચમાં આ જ પ્રકારનો ગોળીબાર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : આખરે એવું શું થયું કે ઈરાને માન્યો ભારતનો આભાર, માત્ર ઈઝરાયલ નહીં, વિશ્વના તમામ દેશો ચોંકી ઉઠ્યા

ગુઆનાજપુઆટો રાજ્ય મેક્સિકાના સૌથી વધુ હિંસક વિસ્તારોમાંનું એક બની ગયું છે. અહીં ગેંગ વોર અને ગુનાહિત ગતિવિધિઓ સામાન્ય બની ગઈ છે. આ રાજ્યમાં માત્ર વર્ષ 2025ના પ્રથમ 5 મહિનામાં જ 1,435 હત્યાઓ નોંધાઈ છે, જે અન્ય કોઈ પણ રાજ્ય કરતાં બમણું છે. આ ઘટના અંગે વધુ વગીતો બહાર આવી નથી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Guanajuato violence Mexico shooting gang war Mexico
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ