બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / આખરે એવું શું થયું કે ઈરાને માન્યો ભારતનો આભાર, માત્ર ઈઝરાયલ નહીં, વિશ્વના તમામ દેશો ચોંકી ઉઠ્યા

Iran Israel War / આખરે એવું શું થયું કે ઈરાને માન્યો ભારતનો આભાર, માત્ર ઈઝરાયલ નહીં, વિશ્વના તમામ દેશો ચોંકી ઉઠ્યા

Nidhi Panchal

Last Updated: 07:48 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન પર થયેલા લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS મંચ પર પોતાનું સ્પષ્ટ અને દૃઢ વલણ રજૂ કર્યું છે. ભારતે આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવીને વિશ્વ સમક્ષ શાંતિપ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ભારતે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે, જે આખા વિશ્વના ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. હંમેશા તટસ્થ રહેતા ભારતે હવે ઈરાન પર થયેલા લશ્કરી હુમલાઓને લઇને BRICS મંચ પર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. 13 જૂન, 2025ના રોજ ઈરાન પર થયેલા હુમલાઓને ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. એક અહેવાલ મુજબ, BRICS સમૂહે પણ આ મુદ્દે એકમત્તતાથી નિવેદન આપ્યું છે, જેમાં વિશ્વભરમાં શાંતિ માટે ભારતના પ્રતિબદ્ધ વલણનો અહેસાસ થયો છે.

iran-war

PM નરેન્દ્ર મોદીનું શું કહેવું છે?

PM નરેન્દ્ર મોદી આગામી 5 થી 6 જુલાઈએ રિયો ડી જાનેરોમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેશે અને ત્યાં આ મુદ્દો વધુ ઊંડાણપૂર્વક ચર્ચાઈ શકે છે. ભારતના આ વલણથી ઈરાન ખુબજ પ્રસન્ન છે. દિલ્હીમાં આવેલા ઈરાની દૂતાવાસે નિવેદન આપ્યું કે ભારતના સ્વતંત્રતાપ્રેમી લોકો, રાજકીય પક્ષો, સાંસદો, પત્રકારો અને ધાર્મિક નેતાઓએ જે સમર્થન વ્યક્ત કર્યું, તે ઇરાની જનતાને આશ્વાસન આપનારું છે.

PM-Modi-Bikaner-rally,

BRICSના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઈરાનના ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝ જેવા પરમાણુ મથકો પર થયેલા હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને સમગ્ર મધ્યપૂર્વમાં તણાવ વધારી રહ્યા છે, જે વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર માટે જોખમરૂપ છે. BRICS તમામ પક્ષોને સંવાદ અને રાજદ્વારી મારફતે સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.

app promo5

આ ઉપરાંત, નિવેદનમાં નાગરિકોની સુરક્ષા, સંપત્તિનું રક્ષણ અને પરમાણુ શસ્ત્ર મુક્ત મધ્યપૂર્વના સંકલ્પ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઈરાની દૂતાવાસે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતનો ટેકો માત્ર રાજકીય નથી, પણ ન્યાય, કાયદો અને વૈશ્વિક શાંતિના મૂલ્યોમાં વિશ્વાસ દર્શાવે છે. ભારત જેવી રાષ્ટ્રોની એકતા યુદ્ધ અને હિંસાના વિરોધમાં મજબૂત દિવાલ બની શકે છે.

આ પણ વાંચો : હું તેમને જોરથી મારીશ... ઇરાન-ઇઝરાયેલ બાળકો જેવા ટ્રમ્પ તેમનાં પિતા છે NATO ચીફે કહી અંદરની વાત

ત્યાં સુધી કે ભારતે અગાઉ SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન)ના એક નિવેદનથી પોતાને અલગ રાખ્યું હતું, જેમાં ઈઝરાયલના હુમલાઓની નિંદા કરવામાં આવી હતી. ભારતે કહ્યું કે તે નિવેદનમાં તેઓનો કોઈ ભાગ નહોતો અને તેઓએ પોતાનું વલણ BRICSમાં સ્પષ્ટ કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BRICS 2025 Iran statement India international law stance India Iran attack response
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ