બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કોણ છે તારિક રહેમાન? જેના હાથમાં સોંપાશે બાંગ્લાદેશની કમાન, PM મોદીએ પાઠવી શુભેચ્છા

વિશ્વ / કોણ છે તારિક રહેમાન? જેના હાથમાં સોંપાશે બાંગ્લાદેશની કમાન, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Published By: Vidhata Gothi

Last Updated: 12:22 PM, 13 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bangladesh Election Results: તારિક રહેમાનના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. આ સાથે જ એક સમયે ડાર્ક પ્રિન્સ કહેવાતા રહેમાન, બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન બનવાનું લગભગ નિશ્ચિત છે.

Tarique Rahman News: બાંગ્લાદેશની ચૂંટણીમાં પ્રચંડ જીત પછી, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહેમાન દેશના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. ગુરુવારે થયેલી દેશની દેશની 13મી રાષ્ટ્રીય ચૂંટણીમાં BNPએ મોટી જીત મેળવી. 17 વર્ષના સ્વનિર્વાસન પછી ગઈ 25 ડિસેમ્બરે દેશ પરત ફરેલા રહેમાને નેતૃત્વ તરીકે પોતાની કુશળતા સાબિત કરી છે. બાંગ્લાદેશની ચૂંટણીના બિનસત્તાવાર પરિણામો પ્રમાણે, રહેમાને ઢાકા-17 અને બોગુરા-6 બંને બેઠકો પરથી જીત મેળવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રહેમાનને તેમની પ્રચંડ જીત બદલ અભિનંદન આપ્યા અને એક લોકશાહી, પ્રગતિશીલ અને બધાને સાથે લઈને ચાલતા બાંગ્લાદેશનું સમર્થન કરવાનું વચન આપ્યું.

તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ દેશની 300 સંસદીય બેઠકોમાંથી 292 બેઠકો પર ચૂંટણી લડી. બાકીની બેઠકો તેણે સાથી પક્ષો સાથે વહેંચી હતી. BNPનો સામનો દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પાર્ટીના ગઠબંધન સાથે હતો. જોકે, મતદાનના લગભગ દોઢ મહિના પહેલા દેશમાં પાછા ફરેલા તારિક રહેમાને પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા અને તેને જંગી બહુમત સુધી પહોંચાડી દીધી.

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની બેઠકો

બાંગ્લાદેશના એક અખબાર પ્રમાણે, BNPના નેતૃત્વ હેઠળના ગઠબંધને બિનસત્તાવાર પરિણામોમાં 181 બેઠકો જીતી છે. આ સંખ્યા 151ની જરૂરી બહુમતી કરતાં ઘણી વધારે છે. તેના મુખ્ય હરીફ, જમાત-એ-ઇસ્લામી ગઠબંધને 61 બેઠકો મેળવી છે. ઇસ્લામી આંદોલનને માત્ર એક બેઠક જ બેઠક મળી છે. જ્યારે છ બેઠકો અન્યના ખાતામાં ગઈ છે. આ આંકડા શુક્રવારે સવારે 10 વાગ્યા સુધીના છે.

vtv app promotion

કોણ છે તારિક રહેમાન?

તારિક રહેમાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાન અને ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલ બેગમ ખાલિદા ઝિયાના સૌથી મોટા પુત્ર છે. તેઓ છેલ્લા 17 વર્ષથી દેશનિકાલમાં લંડનમાં રહેતા હતા અને 25 ડિસેમ્બર 2025ના રોજ ઢાકા પરત ફર્યા હતા. દેશ પરત ફર્યાના થોડા સમય પછી બીમાર ખાલિદા ઝિયાનું અવસાન થઈ ગયું અને રહેમાન બીએનપીના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેઓ અગાઉ કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા.

ઢાકાના 'ડાર્ક પ્રિન્સ'

તારિક રહેમાનને બીએનપીના ડાર્ક પ્રિન્સ કહેવામાં આવે છે. 2005માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક કેબલમાં રહેમાનને આ રીતે સંબોધિત કરવામાં આવ્યા હતા, જે પછીથી વિકિલીક્સે રીલીઝ કર્યું હતું. કેબલમાં બાંગ્લાદેશમાં રાજકીય વિરોધીઓ સામે હિંસામાં તારિક રહેમાનની સંડોવણીની વિગતો આપવામાં આવી હતી. વર્ષ 2001થી 2006 સુધી બીએનપી અને જમાત-એ-ઇસ્લામી વચ્ચેની ગઠબંધન સરકાર દરમિયાન, ખાલિદા ઝિયા વડાપ્રધાન હતા, પરંતુ અસલી બોસ રહેમાનને માનવામાં આવતા હતા.

આ પણ વાંચો: "જો ઈરાને જલ્દી પરમાણુ ડિલ ન કરી, તો ખૂબ જ પીડાદાયક સાબિત થશે", ટ્રમ્પે ફરી આપી ધમકી!

તારિક રહેમાનનું 'શેડો પીએમઓ'

રહેમાન એ સમયે હવા ભવનથી કામ કરી રહ્યા હતા, જેને શેડો પીએમઓ કહેવામાં આવતું હતું. તે એક બે માળની ઇમારત હતી, જેમાં એક વિન્ડ ટનલ હતી. હવે રહેમાન એક વાર ફરી સંપૂર્ણ તાકાત સાથે સત્તામાં પાછા ફર્યા છે, ત્યારે ઘણાને તે યુગમાં પાછા ફરવાની આશંકા સતાવી રહી છે. 2006થી 2008 સુધીનો સમયગાળો હિંસક અશાંતિથી ભરેલો હતો. દરમિયાન, એક કાર્યકારી સરકાર સત્તામાં આવી અને મે 2007માં રહેમાનની ધરપકડ કરી લીધી.

તારિક રહેમાનને અલગ-અલગ આરોપોમાં 17 મહિના માટે અટકાયતમાં રાખવામાં આવ્યા. આ દરમિયાન, રહેમાનને ટૉર્ચર કરવાની વાતો પણ સામે આવી. તાજેતરમાં, એક પૂર્વ આર્મી ચીફે બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ સમક્ષ આપેલા નિવેદનમાં આ વિશે જાણકારી આપી હતી. તેમને મની લોન્ડરિંગ સહિત અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા. તેમને હસીનાની હત્યાના કાવતરાના દોષી ઠેરવવામાં પણ દોષી ઠેરવવામાં આવ્યા. 2024ના વિદ્યાર્થી વિદ્રોહ પછી શેખ હસીનાના તખ્તાપલટ પછી તેમની વિરુદ્ધના ચુકાદાઓ પલટી દેવામાં આવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarique Rahman Bangladesh Election Results Bangladesh Election 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ